મોરબીમાં સ્પામાં કામ કરતી યુવતીઓએ રિક્ષામાં તોડફોડ કરી વિસ્તાર લીધો બાનમાં
12:26 PM Dec 11, 2024 IST | Bhumika
Advertisement
ગતરાત્રે મોરબીના શનાળા રોડ પર સ્પામાં કામ કરતી ત્રણ યુવતીઓએ એક રીક્ષામાં તોડફોડ કરી ધમાલ મચાવી હતી જેના કારણે રોડ પર ટ્રાફિક સર્જાયો હતો. જોકે બાદમાં સમાધાન થઈ જતા મામલો થાળે પડ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબીમાં સ્પામા કામ કરતી ત્રણ યુવતીઓ ગઈકાલે મોડીરાત્રે અમદાવાદ તરપ જવાનું હોય જેથી રીક્ષામાં બેસી નિર્ધારિત જગ્યાએ જઈ રહ્યા હતા તે સમયે મોરબીના શનાળા રોડ પર મહેશ હોટલ પાસે યુવતીઓની બીલાડી ખોવાઈ જતા રોડ પર યુવતીઓએ ધમાલ કરી હતી જેમાં રીક્ષામાં તોડફોડ કરી હતી અને અપશબ્દો બોલ્યા હતા. અને રીક્ષા ચાલક સાથે બબાલ કરી હતી જે બાદ લોકોની ભીડ એકઠી થઇ હતી. તો બીજ તરફ ટ્રફીક જામ સર્જાયો હતો જે અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી બાદમાં સ્પા સંચાલક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેઓએ સમજાવટ કરાવતા મામલો થાળે પડ્યો હતો.
Advertisement
Advertisement