સાયલામાં મૈત્રી કરાર મામલે યુવતીના પરિવારનો યુવકના નાના ભાઈ પર હુમલો
11:46 AM Oct 01, 2025 IST | Bhumika
સમાધાનની વાત કરવા જતાં હુમલો કરાયો
Advertisement
સાયલાના ટીટોડા ગામે રહેતા યુવાનનો ભાઈ યુવતીને ભગાડી મૈત્રી કરાર કરી લીધા હોય જેનો ખાર રાખી યુવતીના પિતા સહિતનાઓએ યુવકના ભાઈ પર હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવની વિગતો અનુસાર, સાયલાના ટીડોડા ગામે રહેતા જેશાભાઈ વિરાભાઈ કોળી (ઉ.32) નામના યુવાનને તેમના ગામના મેઘાભાઈ, રામાભાઈ અને તેની સાથેના અજાણ્યા માણસોએ માર મારતાં ઘવાયેલા જેશાભાઈને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
જેશાભાઈએ જણાવ્યું હતું કે, તેઓનો નાનો ભાઈ મુનો આરોપી રામાની દીકરીને ત્રણ મહિનાથી ભગાડીને મૈત્રી કરાર કરી લીધા હોય જે મામલે મનદુ:ખ ચાલતું હોય જેથી સમાધાન માટે કાલે વાત કરતાં તેઓ હુમલો કર્યો હતો. આ મામલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધજાળાં પોલીસને જાણ કરી હતી.
Advertisement
Advertisement