જામનગરમાં લગ્નની લાલચે યુવતી ઉપર વારંવાર દુષ્કર્મ
જામનગર ના ખોડીયાર કોલોની નજીકના વિસ્તારમાં રહેતી મૂળ મહારાષ્ટ્ર રાજ્યની વતની એવી પરપ્રાંતિય યુવતીને પશાદી.કોમથ ની વેબસાઈટ પર જામનગરના એક શખ્સનો ભેટો થઈ ગયો હતો, અને લગ્ન કરવાની લાલચે મિત્રતા કેળવ્યા બાદ તેણીની સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યાની તેમજ રૂૂપિયા એક લાખની રકમ પણ મેળવી લઈ છેતરપિંડી કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં પોલીસે જામનગરના શખ્સ ની શોધખોળ હાથ ધરી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મહારાષ્ટ્ર રાજ્યની વતની અને હાલ જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રહેતી 35 વર્ષીય યુવતી, કે જે સોશિયલ મીડિયા ના માધ્યમથી જામનગરના સરલાબેન આવાસમાં રહેતા ફિરોજ અહેમદભાઈ મેડા નામના શખ્સ સાથે પરિચયમાં આવી હતી તેણે આજથી થોડા સમય પહેલા લગ્ન કરી લેશે ,તેવું પ્રલોભન આપીને યુવતીને જામનગર બોલાવી લીધી હતી.
જેને ખોડીયાર કોલોની વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રાખી હતી ત્યાં અવારનવાર તેને મળવા જતો હતો, અને પોતે હાલ પરણીત છે, પરંતુ પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા છે, અને થોડા સમયમજ તેની સાથે લગ્ન કરી લેશે, તેવી લાલચ આપીને વિસ્તારમાં ગુજારેલું હતું. ત્યારબાદ અવારનવાર ભાડાના મકાનમાં ભોગ બનનાર યુવતી સાથે લગ્નની લાલચે દુષ્કર્મ ગુજારવાનું ચાલુ રાખ્યું હતું.
આ ઉપરાંત પોતાની પાસે એક લાખ રૂૂપિયા ધંધાના કામ અર્થે લઈ ગયો હતો, જે રકમ પણ પરત કરતો ન હતો. પોતે પરણીત હોય તેવું ધ્યાનમાં આવી જતાં તે સંદર્ભે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે મારી પત્ની સાથે મારે અણબનાવ ચાલે છે, અને હું છુટાછેડા આપીને તારી સાથે લગ્ન કરી લઈશ તેમ કહી ફરીથી દુષ્કર્મ ગુજારવાનું ચાલુ રાખ્યું હતું.
જેણે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો, ઉપરાંત એક લાખ રૂૂપિયા આપવાની પણ ના પાડી દેતાં આખરે મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, એના પરપ્રાંતિય યુવતી ની ફરિયાદના આધારે પોલીસે આરોપી ફિરોજભાઈ મેડા સામે દુષ્કર્મ અને છેતરપિંડી અંગેની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.