For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જિનિંગ મીલના ભાગીદારને 10 લાખના ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની જેલ

05:13 PM May 20, 2025 IST | Bhumika
જિનિંગ મીલના ભાગીદારને 10 લાખના ચેક રિટર્ન કેસમાં દોઢ વર્ષની જેલ

રાજકોટના બિઝનેસમેન માટે ધંધાના વિકાસ માટે લીધેલા નાણા પૈકી રૂૂપિયા દસ લાખ પરત કરવાનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપી જસદણના જિનિંગ અને ભાગીદારને તકસીરવાર ઠરાવી એક વર્ષની સજાનો હુકમ કર્યો છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં ડો. યાજ્ઞિક રોડ ઉપર ઈમ્પિરિયલ પેલેસ હોટલ સામે માધવ કોમ્પલેક્ષમાં ધંધો કરતા હરીભાઈ રામજીભાઈ ચંદારાણા પાસેથી જસદણ મુકામેની જલારામ કોટન એન્ડ પ્રોટીન્સ લી.ના ભાગીદાર આનંદભાઈ અરવિંદભાઈ પોપટ (રહે. અંજની ટાવર, ઈન્દીરા સર્કલ પાસે, રાજકોટ)એ સંબંધના દાવે ધંધાના વિકાસ માટે લીધેલ 2કમ કુલ રૂૂા.50 લાખમાંથી 2કમ રૂૂા. 10 લાખ પરત કરવા ચેક ઇસ્યુ કરી આપેલ તથા લેણાનો પત્ર લખી આપેલ. જે ચેક હરિભાઈએ તેની બેંકમાં રજુ કરતા પાસ ન થતા આનંદ પોપટને લીગલ ડિમાન્ડ નોટીસ આપવા છતા રકમ પરત ન કરતા હરિભાઈએ આનંદ પોપટ વિરૂૂધ્ધ રાજકોટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

જે કેસ ચાલવા ઉપર આવતા ફરીયાદીના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા એવી રજુઆતો કરવામાં આવેલ કે ફરીયાદી દ્વારા ખંડન કરીને ફરિયાદપક્ષે જયારે પોતાનો કેસ શંકાથી પર પુરવાર કરેલ છે. ફરિયાદીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટના તમામ આવશ્યક તત્વો પુરવાર કરેલ છે. જે રજૂઆતો અને દલીલો ધ્યાને લઈને અદાલતે જલારામ જિનિંગ ફેકટરી અને ભાગીદાર આનંદ અરવીંદભાઈ પોપટને દોઢ વર્ષની સજા ઉપરાંત ચેકની રકમ રૂૂા.10 લાખ એક માસમા ફરીયાદીને ચુકવવામાં આરોપી કસુર કરે તો વધુ છ માસની સજા ફરમાવતો હુકમ કર્યો છે.આ કેસમાં ફરીયાદ વતી રાજકોટના વરિષ્ઠ એડવોકેટ લલિતસિંહ જે શાહી, સી.એમ. દક્ષીણી, સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા, યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, આર્યન કોરાટ જયમલ મકવાણા રોકાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement