For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લીંબડીના જાખણ નજીક હોટેલમાં ટેન્કરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું

02:06 PM Sep 29, 2025 IST | Bhumika
લીંબડીના જાખણ નજીક હોટેલમાં ટેન્કરમાંથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું

લીંબડી તાલુકાના જાખણ ગામના પાટિયા પાસે આવેલી હોટલમાં ટેન્કરમાંથી એલપીજી ગેસ ચોરી કરતા બે શખ્સ ઝડપાયા હત જ્યારે એક શખ્સ નાસી છુટયો હતો. પોલીસે ગેસ ભરેલું ટેન્કર, છોટા હાથી ટેમ્પો , ગેસની બોટલો મળીને 26 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

Advertisement

લીંબડી-અમદાવાદ હાઈવે પર જાખણ ગામના પાટિયા પાસે આવેલી દેવનારાયણ હોટલના કમ્પાઉન્ડમાં અમુક શખ્સો ગેસના ટેન્કરમાંથી ગેસની ચોરી કરીને ગેસના બાટલા ભરી રહ્યા છે. તેવી બાતમીના આધારે લીંબડી પોલીસે બાતમી વાળી જગ્યાએ તપાસ હાથ ધરીને ગેસ ચોરી કરતાં દશરથ રાધુભાઈ પાડલીયા (રહે.ઉટડી) અને પ્રવિણ રમાશંકર પાંડેય (રહે.વડોદરા)ને ઝડપી પાડયા હતાં.

પોલીસે બંને શખ્સો પાસેથી રોકડ (રૂૂ.14, 000), બે-મોબાઈલ (કિં.રૂૂ. 8,000), એક છોટા હાથી (કિં.રૂૂ. 2,00,000), ટેન્કર ટ્રકમાં ભરેલ ગેસ (કિં.રૂૂ. 8,66,204) તથા એક ટેન્કર (કિં.રૂૂ. 15,000,00) તથા ખાલી અને ભરેલી ગેસની 14 બોટલ (કિં.રૂૂ 10,400), એક ઈલેક્ટ્રીક મોટર (કિં.રૂૂ.2,000) તથા ગેસ કાઢવાની નોજલ (કિં.રૂૂ. 3,000) મળીને કુલ રૂૂ.26,03,604નો મુદામાલ પોલીસે કબજે કર્યો હતો. જ્યારે રેડ દરમિયાન વિજય મનુભાઈ પાડલીયા (રહે.લીંબડી) નાસી છુટયો હતો. પોલીસે આ બનાવ અંગેનો ત્રણેય શખ્સો વિરૂૂદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement