જામનગરના દરેડ વિસ્તારમાં ગેસ રિફીલિંગનું કારસ્તાન ઝડપાયું
જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક શખ્સ દ્વારા પોતાના મકાનની ઓરડીમાં ગેસ રિફીલિંગનું કારસ્તાન ચલાવતું હોવાની બાતમીના આધારે એસ ઓ જી ની ટુકડીએ દરોડો પાડી મસિતિયા ના એક શખ્સને અટકાયતમાં લઇ લીધો છે, અને નાના બોટના ગેસના બાટલા તથા ગેસ રિફીલિંગનું સાહિત્ય કબજે કર્યું છે.
જામનગરની એસ.ઓ.જી. શાખા ની ટુકડીએ દરેડ વિસ્તારમાં દરોડો પાડી ત્યાં એક ઓરડીમાં ગેસ રિફીલિંગ નું કારસ્તાન ચલાવતા આસિફ સિદ્દીકભાઈ ખફી નામના શખ્સને અટકાયતમાં લીધો હતો.જેણે રાંધણ ગેસના મોટા બાટલા માંથી અન્ય બાટલામાં ગેસની નળી મારફતે ગેરકાયદે રીતે ગેસ રીફીલિંગ નું કારસ્તાન ચલાવતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી તેની અટકાયત કરી લઇ રાંઘણ ગેસના નાના મોટા બે બાટલા તેમજ વજન કાંટો, નોઝલ, નળી સહિતનું સાહિત્ય કબજે કરી લીધું છે, જેની સામે જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 287 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે.
