For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોઠડામાંથી ગેસ રીફિલિંગ ઝડપાયું, બે કિલો ઓછો ગેસ આપી ગ્રાહકોને પધરાવાનું કારસ્તાન

04:28 PM Dec 23, 2024 IST | Bhumika
લોઠડામાંથી ગેસ રીફિલિંગ ઝડપાયું  બે કિલો ઓછો ગેસ આપી ગ્રાહકોને પધરાવાનું કારસ્તાન

Advertisement

રાજકોટમાં લોઠડા ગામે ગેસ રીફિલિંગનું કૌભાંડ આજીડેમ પોલીસ દ્વારા પકડી પાડવા આવ્યું હતું.માત્રી કૃપા ગેસ એજન્સીનો સંચાલક પોતાની દુકાનમાં ગેસના મોટા બાટલાઓમાંથી ગેસ કાઢીની નાના બાટલાઓ ભરી ગ્રાહકોને ઓછા વજન વાળા બાટલાઓ પધરાવતો હતો.જયારે પોલીસે તેની દુકાનમાંથી 14 ગેસની બોટલો અને રીફિલિંગના સાધનો મળી રૂૂ.33,400નો મુદામાલ કબ્જે કર્યો હતો.

આજીડેમ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે એએસઆઈ રવિભાઈ વાંક અને હારુનભાઈ ચાનીયાને બાતમી મળી હતી કે, લોઠડા ગામે આવેલ માત્રી કૃપા ગેસ એજન્સીનો સંચાલક મનીશ શૈલેષ ભાલારા નામનો શખસ પોતાની ગેસ એજન્સીમાં ગેસ રીફીલીંગ કરી રહ્યો છે.જેથી દરોડો પાડી ઝડતી લેતા ખુલ્લી જગ્યામાં ગેસના નાના- મોટા બાટલાઓ તથા ઈલેકટ્રીક વજન કાંટો પડેલો હતો અને ગેસ રીફીલીંગ શરૂૂ હોય જેમા એક ગેસનો બાટલો ઉંધો રાખેલ હોય તેમજ એક નાનો બાટલો ઉભો રાખેલ હોય અને તે બન્ને બાટલા વચ્ચે એક મોટર હોય જે મોટર મારફ્ત ગેસ રીફીલીંગ થતું હોવાનું જોવા મળ્યું હતું.જેથી પોલીસે 14 ગેસના બાટલા અને ગેસ રીફિલિંગનો સમાન કબ્જે કરી મનીશ શૈલેષ ભાલારાની ધરપકડ કરી પૂછતાછ કરતા પોતે ગેસના બાટલામાંથી બે કિલો ગેસ ઓછો આપી ગ્રાહકો પાસેથી પૂરા રૂૂપિયા લઇ ધંધો કરતો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે 14 ગેસના બાટલા સહિત રૂૂ.33,400નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement