મોરબી જેલમાં બંધ ગેંગરેપનો કેદી ઇન્સ્ટાગ્રામ લાઇવ થયો, જેલમાં ચાલતી ‘લાલિયાવાડી’ આવી સામે!
મોરબીની સબ જેલ છાશવારે માધ્યમોમાં ચમકતી રહે છે હજુ તો 14 દિવસ પૂર્વે જ જેલમાંથી માવા મળી આવતા દોઢેક માસ પૂર્વે જ નીમાયેલા જેલરની બદલી થઇ હતી તો હવે સબ જેલમાં બંધ ગેંગ રેપના આરોપી કાચા કામના કેદીએ ઈન્સ્ટાગ્રામ લાઈવ કર્યું તેમજ વધુ એક દારૂૂની મહેફિલ માણતો વિડીયો વાયરલ થતા તપાસનો ધમધમાટ શરુ થયો છે. તેમજ રાજય જેલ વડાએ તપાસના આદેશ છોડયા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે.
મોરબીની સબજેલમાં ગેંગ રેપના કેસમાં બંધ બાબુ દેવા કનારા કાચા કામના કેદીએ ઈન્સ્ટાગ્રામ લાઈવ કર્યાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેને પગલે ખળભળાટ મચી જવા પામ્યો હતો એટલું અપૂરતું હોય તેમ બપોરે બીજો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કાચા કામનો કેદી દારૂૂની મહેફિલ માણતો જોવા મળતો હતો જે વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે વાયરલ વિડીયોને પગલે જેલ પ્રસાશનમાં દોડધામ મચી ગઈ હતી તો ડીવાયએસપી અને એસઓજી સહિતની ટીમો ચેકિંગ માટે સબ જેલ દોડી ગઈ હતી અને હાલ સબ જેલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
મોરબી સબ જેલમાં ગત તા. 08-11 ના રોજ 40 માવા પકડાયા હતે ચેકિંગ દરમિયાન માવા મળી આવ્યા હતા તેમજ અન્ય ખામીઓ ધ્યાને આવતા જેલર સુજાનસિંહ ચુડાસમાની તાત્કાલિક અસરથી રાજકોટ જેલ ખાતે બદલી કરવામાં આવી હતી તે સમયે બદલી પામેલા સુજાનસિંહ ચુડાસમા માત્ર દોઢેક માસ પૂર્વે જ મોરબી નિમણુક પામ્યા હતા અને આટલા ટૂંકાગાળામાં તેની બદલી કરવાની ફરજ પડી હતી જે બનાવના માત્ર 14 દિવસ વીત્યા બાદ ફરી સબ જેલ વાયરલ વિડીયો મુદે વિવાદમાં આવી છે.
વાયરલ વિડીયો મામલે જેલર એચ એ બાબરિયાએ ટેલીફોનીક સંપર્કમાં જણાવ્યું હતું કે તેઓએ જેલર તરીકે ગત તા. 11-11-24 ના રોજ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી કેદીને દાઢી છે આરોપી હાલ મોરબી સબજેલમાં જ છે અગાઉ તે ભુજ જેલમાં રહી ચુક્યો છે અને 15 ઓગસ્ટના રોજ મોરબી જેલમાં દાખલ કરાયો છે વિડીયો ક્યારનો છે તેની તપાસ ચાલી રહી છે વિડીયો હાલના ટૂંક સમયનો ના હોવાનું અનુમાન પણ જેલરે વ્યક્ત કર્યું હતું