40 રોકાણકારો સાથે 5.91 કરોડની ઠગાઇ કરનાર ગઠિયો ચાર મહિનાથી પોલીસ પકડથી દૂર
રાજકોટ શહેરનાં 150 ફુટ રીંગ રોડ પર આર કે એમ્પાયર બિલ્ડીંગનાં છઠ્ઠા અને સાતમા માળે આવેલી રીસેટ વેલ્થ કંપનીનાં સંચાલકોએ 40 જેટલા રોકાણકારોને ઉચુ વળતર આપવાની લાલચ આપી પ.91 કરોડની ફરીયાદ માલવીયા નગર પોલીસ મથકમા 4 મહીના પહેલા નોંધવામા આવી હતી. રીસેટ વેલ્થ કંપની બનાવી તેમા રોકાણ કરવાની લાલચ આપ્યા બાદ કંપનીનુ અચાનક ઉઠમણુ થઇ જતા કંપનીનાં સંચાલકો અને એજન્ટો વિરુધ્ધ જુલાઇ મહીનામા માલવીયા નગર પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવી હતી.
આ ઘટનામા પોલીસે 4 મહીના વિતી ગયા છતા પણ રોકાણકારોને ન્યાય ન મળતા અરજદાર નીર્મળસિંહ ભરતસિંહ જાડેજા નામનાં અરજદારે પોલીસ કમિશનરમા લેખીત અરજી આપી ન્યાયની માગણી કરી આરોપી સંજય માંગરોળીયા વિરુધ્ધ તેમજ તેની સાથે તપાસમા ખુલે તેમની સામે કાર્યવાહી કરવા જણાવ્યુ છે . આ છેતરપીંડીનો ભોગ બનેલા રોકાણકારો દ્વારા એક અરજી કરવામા આવી છે જેમા તેઓએ જણાવ્યુ હતુ કે તેઓ તેમજ આ લોભામણી સ્કીમનો ભોગ બનેલા લોકો દ્વારા પોલીસ મથકમા ફરીયાદ નોંધાવવામા આવી હતી પરંતુ આ ફરીયાદને 4 મહીના વીતી ગયા આમ છતા પોલીસે આરોપીને ન પકડતા અને 40 જેટલા રોકાણકારો સાથે છ કરોડ જેવડી મોટી રકમની ઠગાઇ કરવામા આવી છે.
તેમજ અરજદારોએ જણાવ્યુ હતુ કે તેઓ મધ્યમ વર્ગનાં હોય અને ફરીયાદી તેમજ તેમની સાથેનાંં રોકાણકારોએ પોતાની આજીવીકાની મરડ મુળી આ કામનાં આરોપીએ છેતરીને ઓળવી લીધી હોય અને તેમજ યોગ્ય કાર્યવાહી કરવામા નહી આવે તો અરજદારોને ન્યાય નહી મળે તેવી પુરેપુરી સંભાવના હોય જેથી ન્યાયનો હેતુ ઝળવાય રહે તે માટે આ લેખીત અરજી કરવામા આવી છે . તેમજ આ ફરીયાદની તપાસ એસીપી કક્ષાનાં અધીકારી અથવા સીબીઆઇ અથવા સીઆઇડી ક્રાઇમને સોપી ન્યાય મળે તેવી કાર્યવાહી કરવા રોકાણકારોએ જણાવ્યુ છે આ મામલે રોકાણકારો દ્વારા આ લેખીત અરજી રાજયનાં ગૃહમંત્રી અને ડીજીપીને પણ મોકલવામા આવી હતી.