ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં કારખાના સહિત ત્રણ સ્થળે ચોરી કરનાર ટોળકી ઝડપાઈ
શહેરના નાના મવા સર્કલ નજીક 150 રીંગ રોડ રાજ શુગાર પાર્ટી પ્લોટ ની પાછળ શ્રી રાજ રેસીડન્સીમાં રહેતા કારખાનેદારના ભકિતનગર સ્ટેશન પ્લોટ માં શેરી નં-01 ના કોર્નર પાસે વિશ્વકર્મા બીલ્ડીગની અંદર આવેલ કારખાનામાં ચોરી કરનાર તસ્કર ટોળકીને ઝોન-2 એલસીબીની ટીમે ઝડપી લઇ રૂૂ.1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. લક્ષ્મીનગરમાં આવેલ એડવોકેટના મકાન માંથી રૂૂ.1.90 લાખની ચોરી તેમજ ગુંદાવાડીમાં એક મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું ખુલ્યું છે.
નાના મવા સર્કલ નજીક 150 રીંગ રોડ રાજ શુગાર પાર્ટી પ્લોટની પાછળ શ્રી રાજ રેસીડન્સીમાં રહેતા કારખાનેદાર હીતેશભાઇ જમના દાસભાઇ ભેસાણીયાના ભકિતનગર સ્ટેશન પ્લોટ માં શેરી નં-01ના કોર્નર પાસે વિશ્વકર્મા બીલ્ડીગની અંદર પહેલા માળે ઓઈલીંગ બ્રાસના કારખાનામાં ચોરીનો બનાવ બન્યો હતો.ઘરની પાછળ ની શેરી માંથી કારખાનાની અંદર આવેલ પ્રથમ માળે અંદર ઘુસી 40 હજારની કીમતના પીતળના તથા ત્રાંબાના તથા જર્મન એન્ટીક વાસણોની ચોરી કરી થઇ હતી.આ ચોરીમાં સંડોવાયેલ રૈયાધાર મફતીયાપરા ધરમનગર આવાસ યોજના કવાર્ટર પાછળ રહેતા રીક્ષા ડ્રાઇવીંગ કરતા દિપક બાબુભાઇ દાણીધરીયા, ગોંડલ રોડ લોહાનગર બાપાસીતારામ મઢુલી સામે રહેતા ભંગારની ફેરી કરતા મનસુખ ઉર્ફે દીકુ હરીભાઇ પરમાર કોઠારીયા સોલવન્ટ કિશાન ગૌશાળા પાસે રહેતા કિશન ઉર્ફે બાઉ અરજણભાઇ ડાભી અને જુનાગઢ કાળવા ચોક મુબારકબાગ મહાસાગર ટ્રાવેલ્સની ઓફીસની સામે રહેતા શાકભાજીનો વેપાર કરતા ચેતન કમલભાઇ સોલંકીની ઝોન-2 એલસીબીની ટીમે ઘરપકડ કરી ભેદ ઉકેલી નાખ્યો હતો. આ ટોળકીની પુછપરછ કરતા લક્ષ્મીનગરમાં આવેલ એડવોકેટના મકાન માંથી રૂૂ.1.90 લાખની ચોરી તેમજ ગુંદાવાડીમાં એક મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું ખુલ્યું છે.
પકડાયેલ ટોળકી રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં અનેક ચોરીમાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે.ડીસીપી ઝોન-2ની સુચનાથી એલસીબીના પીએસઆઈ આર. એચ ઝાલા સાથે એ.એસ.આઇ. જે.વી.ગોહિલ, આર.એન.મિયાત્રા તથા રાહુલભાઇ ગોહેલ, શકિતસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધિયા, ધર્મરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ રાણાએ કામગીરી કરી હતી.