ચરાડવા મહાકાળી આશ્રમ સહિત ત્રણ મંદિરમાં ચોરી કરનાર તસ્કર ટોળકી ઝબ્બે
હળવદના ચરાડવા ગામના મહાકાલી આશ્રમના મંદિર તેમજ ધ્રાંગધ્રા અને વસ્તડી મેલડી માતાજીના મંદિર સહીત ત્રણ મંદિરમાં ચોરીને અંજામ આપનાર ટોળકીને ઝડપી લઈને પોલીસે 2,91,005 ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે ઝડપાયેલા ચાર પૈકી ત્રણ આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે.મોરબીના ઉમા ટાઉનશીપ પાસેની ગીરીરાજ સોસાયટીમાં રહેતા રાજદીપસિંહ લક્ષ્મણસિંહ ઝાલાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 23 જુનના રાત્રીથી તા. 24 જુનના વહેલી સવારના અરસામાં અજાણ્યા ચોર ઇસમેં ચરાડવા ગામે આવેલ મહાકાલી આશ્રમમાં અંદર આવેલ કાળ ભૈરવ મંદિર અને મહાદેવ મંદિર એમ બંને મંદિરની અલગ અલગ દાનપેટીમાં રાખેલ રોકડ રૂૂ 52,000 ની ચોરી કરી ગયા છે હળવદ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી હતી જે અંગે એલસીબી ટીમ તપાસ ચલાવતી હોય દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે હળવદ ફૂલ જોગણી મેલડી માતાજીના મંદિર બાજુમાં આવેલ ખરાબમાં મહેશ દેવીપુજક ઝુપડામાં ચાર ઈસમો હાજર છે અને ચારેય ઈસમો ચરાડવા ખાતે મહાકાલી આશ્રમ મંદિરમાં ચોરી કરવામાં સામેલ હતા જેથી તપાસ કરતા ઝુપડામાંથી આરોપી મહેશ રાજુ ધધાણીયા, પરબત નાજા સરૈયા, પ્રતાપ ત્રિભોવન ઉર્ફે તભા ધનાભાઇ દેવીપુજક અને ચેતન ઉર્ફે ચેતલો પરબત ઉર્ફે પ્રભાત ઉર્ફે ચોટલો સમજુ જાગરીયા એમ ચાર આરોપીને ઝડપી લીધા છે.
ચાર આરોપીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂૂ 45,505, ખોટી ધાતુના હાર નંગ 5 કીમત રૂૂ 1000, સોનાની નથળી સેર વાળી નંગ 01 કીમત રૂૂ 44,500 અને ફોર્ડ ગાડી જીજે 12 એકે 7731 કીમત રૂૂ 2 લાખ સહીત કુલ રૂૂ 2,91,005 નો મુદામાલ જપ્ત કર્યો છે ઝડપાયેલા આરોપી પૈકી પરબત સરૈયા વિરુદ્ધ રંગપુર છોટા ઉદેપુરમાં એક, આરોપી મહેશ વિરુદ્ધ હળવદ અને મોરબીમાં બે તેમજ આરોપી પ્રતાપ વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકમાં બે ગુના નોંધાઈ ચુક્યા છે ત્રણ આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે.