અસલી સોનું બતાવી નકલી સોનુ પધરાવી છેતરપિંડી કરતી ટોળકી રાજુલામાંથી ઝડપાઈ
રાજુલાના વેપારીએ 4 લાખમાં હારની ખરીદી કરીને સોનીને બતાવતા ગેંગનો ભાંડો ફૂટયો
રાજુલામાં બનેલી એક ઘટનામાં, આરોપીઓએ એક ફરિયાદી ( વેપારી)ને 10 લાખ રૂૂપિયાની કિંમતનો હાર ચાર લાખ રૂૂપિયામાં વેચ્યો હતો.ફરિયાદીએ રોકડા રૂૂપિયા આપ્યા બાદ, જ્યારે તેણે સોનીને આખો હાર બતાવ્યો, ત્યારે જાણવા મળ્યું કે હાર નકલી હતો.
આરોપીઓએ ફરિયાદી ( વેપારી)ને પહેલા તો એવું જણાવ્યું હતું કે અમે ખાડા ખોદવાનું કામ કરીએ છીએ. તેમને ખોદકામ દરમિયાન આ સોનાના ઘરેણાં મળ્યા છે અને આ ઘરેણાંને વેચવા માંગે છે. શરૂૂઆતમાં, તેઓ સોનાના હારમાંથી બે કડીઓ વેપારીને આપી હતી. જેની સોની પાસે તપાસ કરાવવાનું પણ વેપારીને કહેવામાં આવ્યું.
જ્યારે વેપારીએ સોની પાસે આરોપીઓએ આપેલી કડી તપાસ કરાવી તો સોનીએ સાચી હોવાની માહીતી આપી હતી. જે બાદ ફરિયાદી હાર ખરીદવા સંમત થતા હતા. જો કે બાદમાં આખો હાર સોની પાસે તપાસ કરાવ્યો તો નકલી હોવાનો ખુલાસો થયો. જે અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
પકડાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી રોકડા રૂૂ. 3,37,000 અને બજાજ કંપનીની રીક્ષા કિંમત રુપિયા 1,15,000 અને એક સાદો મોબાઈલ કિમંત રુપિયા 500 સહિત કુલ રુપિયા 4,52,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે
ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર અને અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના મુજબ, રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. ચાવડાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂૂ કરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે આરોપીઓને શોધી કાઢ્યા. તપાસમાં સામે આવ્યું કે આ ગુનો અમદાવાદની ગેંગ દ્વારા આચરવામાં આવ્યો હતો.
આરોપીઓની પુછપરછમાં ગોધરામાં 50 હજાર, અમદાવાદમાં 75 હજાર, કડીમાં 1 લાખ અને રાજસ્થાનમાં 1 લાખની ઠગાઈ આચરી હતી. આ કામગીરી રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર એ.ડી.ચાવડા સાહેબ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના હે.કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હે.કોન્સ હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા હે.કોન્સ મનુભાઇ રામભાઇ માંગાણી તથા હે.કોન્સ સુરેશભાઇ ઠાકરશીભાઇ મેર તથા વાવેરા બીટ ઇન્ચાર્જ એ.એસ.આઇ. બહાદુરભાઇ દાનાભાઇ વાળા ટાઉન બીટ ઇન્ચાર્જ એ.એસ.આઇ ભરતભાઇ મુહાભાાઇ વાળા તથા હે.કોન્સ પ્રકાશભાઇ શામજીભાઇ બાબરીયા તથા હેઙ.કોન્સ સુરજભાઇ સોમાતભાઇ બાભંણીયા તથા પો.કોન્સ અમીતભાઇ તુલસીભાઇ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે.
ઝડપાયેલા આરોપીઓના નામ
અર્જુનભાઈ મારવાડી
નરેશભાઈ મારવાડી
રણછોડ ઉર્ફે બાંકીયો રામાભાઈ મારવાડી
(તમામ હાલ અમદાવાદ, મૂળ દેમાઈ, તા. બાયડ, જી. અરવલ્લી)