For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત-રાજસ્થાન સરહદેથી બાળકોની તસ્કરી કરતી ગેંગ ઝડપાઇ

03:52 PM Apr 14, 2025 IST | Bhumika
ગુજરાત રાજસ્થાન સરહદેથી બાળકોની તસ્કરી કરતી ગેંગ ઝડપાઇ

નવજાત બાળકોને દિલ્હી-એનસીઆરના શ્રીમંત પરિવારોને વેચવામાં આવતા હતા. ત્રણ ઝડપાયા, લીડર સરોજ ફરાર, નવજાત બાળક મળ્યું

Advertisement

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી બાળકો ચોરીનું રેકેટ ઝડપાયું છે. જેમાં નવજાત બાળકોને ચોરીને દિલ્હીમાં વેચવામાં આવતા હતા. દિલ્હી પોલીસે આંતરરાજ્ય માનવ તસ્કરી કરતી ગેંગ ઝડપી છે. ગેંગના ત્રણ સાગરિત ઝડપાયા છે તેમજ લીડર સરોજ હાલમાં ફરાર છે. પોલીસને માનવ તસ્કર ગેંગ પાસેથી એક નવજાત બાળક મળ્યું છે. અત્યાર સુધીમાં 30થી વધુ બાળકો વેચ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

5થી 10 લાખમાં શ્રીમંત પરિવારોને બાળકો વેચતા હતા. જેમાં ગુજરાત-રાજસ્થાન સરહદેથી આદિવાસી બાળકોની તસ્કરી કરવામાં આવતી હતી. પાલી વિસ્તારમાં વધુ બાળકોને ચોર્યા હોવાનો પણ ખુલાસો થયો છે. અંજલી, યાસ્મીન અને જીતેન્દ્ર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં દિલ્હી-ગઈછના શ્રીમંત પરિવારોને બાળકો વેચતા હતા. દિલ્હી પોલીસે આંતરરાજ્ય માનવ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે માનવ તસ્કરી કરતી ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. જેમાં ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાંથી નવજાત બાળકોને લાવીને દિલ્હીના શ્રીમંત પરિવારોને વેચતા હોવાનો પર્દાફાશ થયો છે.

Advertisement

5થી 10 લાખ રૂૂપિયામાં નવજાત બાળકોનો સોદો કરવામાં આવતો હતો. પોલીસે અંજલી, યાસ્મીન અને જીતેન્દ્ર નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી એક 4 દિવસનું નવજાત બાળક પણ મળી આવ્યું છે. તપાસમાં માનવ તસ્કરી ગેંગ લીડર સરોજ નામની મહિલાનું નામ સામે આવ્યું છે. પોલીસે બાળમાનવની તસ્કરી કરતી ગેંગના અન્ય સાગરિતો અને બાળકો ખરીદનારા માતા-પિતા સહિતના આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

30થી વધુ બાળકોને વેચી ચૂકી છે ગેંગ
પોલીસ તપાસમાં જે બાબતો પ્રકાશમાં આવી છે તે વધુ ચોંકાવનારી છે. જેમાં અત્યાર સુધીમાં આ ગેંગ દિલ્હી-એનસીઆરના શ્રીમંત પરિવારોને 30 થી વધુ બાળકોને વેચી ચૂકી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે સરોજના કહેવા પર તેઓ રાજસ્થાન અને ગુજરાતના સરહદી વિસ્તારોમાંથી ગરીબ પરિવારોના બાળકોની ચોરી કરતા હતા. ખાસ કરીને આદિવાસી સમુદાયના બાળકોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement