અમદાવાદની 50 લાખની લૂંટમાં ઉત્તરપ્રદેશની ટોળકી ઝડપાઈ
જ્વેલર્સ પેઢી નજીક ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે આપેલી ટીપના આધારે લૂંટને અંજામ આપ્યો હતો
અમદાવાદ શહેરના સતત ધમધમતા સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી જ્વેલર્સ પેઢીમાંથી 50 લાખથી વધુ દાગીનાની થયેલી લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી હતી. આ મામલે પોલીસે યુપીથી લૂંટારુઓ સહિત કુલ 10 આરોપીઓની અટકાયત કરી છે. યુપીથી ઝડપાયેલા આરોપીઓને અમદાવાદ લાવવામાં આવ્યા છે. લૂંટારૂૂઓને લૂંટ માટે જ્વેલર્સ પેઢી નજીકજ ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડે ટીપ આપી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
અમદાવાદના સાઉથ બોપલમાં આવેલા મેરીગોલ્ડ સર્કલ પાસે આવેલા શાલીગ્રામ પ્રાઇમમાં કનકપુરા જ્વેલર્સ નામનો શો-રૂૂમ ધરાવતા ભરતભાઈ લોઢિયા તથા મનસુખભાઈની દુકાને લુંટારુ ત્રાટક્યા હતાં. (2 જાન્યુઆરી)એ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ ત્રણ વ્યક્તિઓ મોઢે રૂૂમાલ બાંધીને આવ્યા હતા, જ્યારે એકે હેલ્મેટ પહેર્યુ હતુ. પહેલા દાગીના ખરીદવા છે તેમ કહીને અંદર ઘૂસ્યા હતા.ગણતરીની મિનિટમાં લૂંટારૂૂઓએ બંદૂકના નાળચે 50 લાખથી વધુના સોના ચાંદીના દાગીનાની લૂંટ કરીને નાસી છુટ્યા હતા.
લૂંટારૂૂઓએ શો-રૂૂમમાં ઘુસીને ભરતભાઇ અને મનસુખભાઇના મોબાઇલ ફોન ઝુંટવી લીધા હતા. પોલીસે 200 જેટલા સીસીટીવી કેમેરા તપાસ્યા હતા બીજી તરફ જ્વેલર્સ પેઢી નજીક જ ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડે લૂંટારૂૂઓને ટીપ આપ્યાનું ખુલ્યું હતું. સિક્યોરીટી ગાર્ડ લૂટારૂૂઓને ઓળખતો હતો જેથી તેણે ફોન કરીને લૂંટ કરવા માટે બોલાવી લીધા હતા. સિક્યોરીટી ગાર્ડે લૂંટારૂૂઓને સાથ આપીને આખુ કાવતરૂૂ ઘડ્યુ છે. પોલીસે સિક્યોરીટી ગાર્ડની અટકાયત કરીને પુછપરછ કરતા તેણે કબુલાત કરી લીધી છે. સિક્યુરીટી ગાર્ડે લૂંટ કોણે કરી અને તે ક્યાના રહેવાસી છે તેની તમામ વિગતો આપી દેતા પોલીસની એક ટીમ યુપી પહોંચી હતી ત્યાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેને અમદાવાદમાં લાવવામાં આવી રહ્યા છે.