ભાવનગરમાં સોલાર પ્લાન્ટમાંથી ચોરી કરતી ગેંગ ઝડપાઇ
ગૂગલ મેપમાં ફેકટરી સર્ચ કરીને રાત્રે ચોરી કરતી હતી, 10.17 લાખનો મુદ્દામાલ કબજે
ભાવનગર એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમી ને આધારે ભાવનગર જીલ્લામાં છેલ્લા બે વર્ષથી રાત્રી દરમ્યાન સોલાર પાવર પ્લાન્ટમાંથી પેનલના કેબલ વાયરની ચોરી કરતાં સક્રીય ઇસમોની ટોળકી ના કુલ 6 ઇસમોને ઝડપી લઇ તેની પાસેથી રૂૂ.10.17 લાખનો ચોરા મુદાવાલ કબજે કરેલ છે. પોલીસે જે ગેંગ ઝડપી લીધી છે તેમાં ભરતભાઇ ડુંગરશીભાઇ વાઘેલા ઉ.વ.31 રહે.ઇશ્વરીયા ગામ, તા.શિહોર, જી.ભાવનગર, લાલજીભાઇ ઉર્ફે લાલો કલ્યાણભાઇ ચૌહાણ ઉવ.27 રહે.ઇશ્વરીયા ગામ, ડગાઇમાતાના મંદીરની પાસે, તા.શિહોર જી.ભાવનગર, અજયભાઇ ઉર્ફે અજયો પ્રવિણભાઇ ડાભી ઉવ.23 રહે.ગુંદાળા વસાહત, ટોડા ભડલી, પાત્રા મીલની પાછળ, શિહોર, જી.ભાવનગર,પરેશભાઇ બાબુભાઇ મકવાણા ઉવ.28 ધંધો.ડ્રાઇવીંગ રહે.ભોળાદ ગામ, તા.શિહોર જી.ભાવનગર, નિલેશભાઇ ઉર્ફે નિલુ ઉર્ફે ઘુઘો રાજુભાઇ રાઠોડ ઉવ.28 રહે.ભોળાદ ગામ, તા.શિહોર જી.ભાવનગર, રાધેશભાઇ ઉર્ફે રાધે ઘુઘાભાઇ વાઘેલા ઉવ.25 ધંધો.મજુરી રહે.ઉંડવી ગામ, બી.પી.એલ.ના મકાનમાં, તા./જી.ભાવનગર નો સમાવેશ થાય છે.જે પકડવાના બાકી આરોપીઓમાં મહેશભાઇ મથુરભાઇ મકવાણા રહે.વરલ ગામ, તા.શિહોર, જી.ભાવનગર, ગોપાલભાઇ નરશીભાઇ મકવાણા રહે.ઉંડવી ગામ, તા./જી.ભાવનગર, અજયભાઇ ડાયાભાઇ પરમાર રહે.ધ્રુપકા ગામ, તા.શિહરો, જી.ભાવનગર,ગોપાલભાઇ ગોહેલ રહે.કુંભારવાડા, ભાવનગર ( ચોરીનો મુદ્દામાલ ખરીદનાર ) નો સમાવેશ થાય છે. પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલ માં સ્ટીલની ધાતુની નાની-મોટી ટાંકીઓ, સોલાર પેનલનો કનેક્ટર સાથેનો કેબલ વાયર ચલણી નોટો, સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડી ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ વાયર કાપવાના લોખંડના નાના-મોટી કટર, મોબાઇલ ફોન નંગ-3 મળી કુલ કિ.રૂૂ.-10,17,600/- નો મુદ્દામાલ નો સમાવેશ થાય છે.
આ કામના આરોપીઓએ પોતાના મોબાઇલ ફોનમાં ગુગલ મેપમાં અવાવરૂૂ જગ્યામાં આવેલ સોલાર પાવર પ્લાન્ટને સર્ચ કરી ટાર્ગેટ બનાવી રાત્રીના સમયે લોડીંગ બોલેરો પીકઅપ વાહન લઇ કેબલ વાયર કાપવાના કટરથી કેબલ વાયરો કાપી કેબલ વાયરની ચોરીઓને અંજામ આપતા હતા. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા, પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના દીપસંગભાઇ ભંડારી, અજીતસિંહ મોરી, હીરેનભાઇ સોલંકી, અરવિંદભાઇ મકવાણા, કુલદીપસિંહ ગોહિલ, અર્જુનસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, હસમુખભાઇ પરમાર, મહેશભાઇ કુવાડીયા, ધ્રુવરાજસિંહ ગોહિલ, પ્રજ્ઞેશભાઇ પંડ્યા જોડાયા હતા.