વૃદ્ધોેને રિક્ષામાં બેસાડી પૈસા સેરવતી ગેંગ પકડાઇ
એલસીબી ઝોન-2ની ટીમે ભેદ ઉકેલ્યો : રૂા. 6પ હજારનો મુદ્ામાલ જપ્ત
રાજકોટ શહેરમા રીક્ષા ગેંગ દ્વારા તાલુકા પોલીસ મથક વિસ્તારમા રહેતા વૃધ્ધને રીક્ષામા બેસાડી ધકકામુકી કરી પૈસા સેરવી લઇ અને અડધે રસ્તે મુકી નાશી ગયેલી રીક્ષા ગેંગ વિરૂધ્ધ પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે. આ ફરીયાદને આધારે ડીસીપી ઝોન ર ની એલસીબીની ટીમે આ ગેંગમા સામેલ બે મહીલા સહીત 3 વ્યકિતને પકડી લઇ તેઓની પાસેથી 6પ હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ તેઓને વધુ પુછપરછ માટે તાલુકા પોલીસને સોપી દેવામા આવી છે.
વધુ વિગતો મુજબ એલસીબી ઝોન ર ના પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહીલ, હેડ કોન્સ્ટેબલ રાહુલભાઇ ગોહેલ, શકિતસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાઢીયા, કુલદીપસિંહ રાણા તેમજ તાલુકા પોલીસ મથકના જયપાલસિંહ સરવૈયા અને મહીલા કોન્સ્ટેબલ ધારાબેન સહીતના સ્ટાફે બાતમીના આધારે કાલાવડ રોડ જડુસ હોટલ પાસેથી એક રીક્ષામા બેઠેલા ચાલક અને બે મહીલાઓને શંકાસ્પદ હાલતમા અટકાયત કરી હતી. તેઓને પોલીસે મથકે લઇ જઇ પુછપરછ કરતા તેમણે તાલુકા પોલીસ મથક વિસ્તારમા એક વૃધ્ધને રીક્ષામા બેસાડી ધકકામુકી કરી પૈસા સેરવી લીધા હોવાનુ કબુલ્યુ હતુ.
પકડાયેલા શખ્સોની પુછપરછમા પોતે પોતાનુ નામ ઘંટેશ્ર્વર રપ વારીયામા રહેતા ભાવેશ ગુગા વાઘેલા, બેનાબેન રાહુલ દંતાણી અને ભગવતીપરા સ્વામીનારાયણ ડેરીની સામે ભાડાના મકાનમા રહેતી હીના ઉર્ફે ડેભી ધર્મેશભાઇ જાદવ (મરાઠી) હોવાનુ જણાવ્યુ હતુ. તેઓ પાસેથી 1પ હજારની રોકડ અને પ0 હજારની રીક્ષા સહીત 6પ હજારનો મુદામાલ કબજે કર્યો હતો. ત્રણેય પુછપરછમા તેમના સાગ્રીત નટુ દીનેશ કુવરીયા (રહે. જામનગર રોડ, ઘંટેશ્ર્વર રપ વારીયા, કવાર્ટર નં પપ9) નુ નામ ખુલતા તેમની શોધખોળ શરૂ કરી છે. નટુ અગાઉ રેલવે પોલીસ મથક તેમજ ગોંડલ સીટી વિસ્તારના ગુનામા પકડાઇ ચુકયો છે. આ ટોળકી ખાસ કરીને વૃધ્ધોને જ શિકાર બનાવતી હતી.