ગાંધીધામના સરકારી કર્મી સાથે ક્રિપ્ટોમાં રોકાણના નામે 56.47 લાખની ઠગાઈ
રોકાણ કરાવ્યા બાદ 61 લાખનો નફો બતાવ્યો, વિડ્રો કરવા ન આપી છેતરપિંડી આચરી
ગાંધીધામના પ્રોઢ સરકારી કર્મચારીને વધુ નફાની લાલચ આપીને શેરમાર્કેટમાં, ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની આંબલા આંબલી દેખાડીને 56 લાખથી વધુની છેતરપીંડીને અંજામ અપાયો હતો. આ અંગે પુર્વ કચ્છના સાયબર ક્રાઈમ પોલીસ મથકે કંપનીના મળતીયાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી.
ગાંધીધામના સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગોપાલપુરીની એફસીઆઈ કોલોનીમાં રહેતા કિશોર શીવજી નરગુંદર (ઉ.વ.51) એ આરોપી ટેલીગ્રામ યુસર દીપા, અનુભવ ગોયલ, આશુતોષકુમાર અને ટેલીગ્રામ ગૃપ કોન્ફફોર્જ ફાયનાન્સ નામની કંપનીના યુસર તથા કોઇનબેઝ નામની કંપનીના યુઝર, અશુતોષકુમાર ગોલ્ડ મેન્ટર સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે ગત 23/6/2025 થી 13/9/2025 દરમ્યાન બનેલા આ ઘટનાક્રમ અનુસાર ફરિયાદીને ટેલીગ્રામ યુઝર દીપાએ તેની કનફોર્જ ફાયનાન્સનામના રીસેપ્શન મેનેજર તરીકે ઓળખાર આપીને કંપની ટેલીગ્રામ ગૃપમાં એડ કર્યા હતા.
જેની સાથે સંપર્ક કરાવીને કંપનીની મેન્ટર નામનો હોદો બતાવીને ફરિયાદીને ઓનલાઈન ક્રિપ્ટો કરન્સી શેર માર્કેટ તથા બીટકોઇન, ડોગ કોઇન, બીટીસી, યુએસડીસી, ઈઓસએસ, યુએસડી વગેરે જેવા અન્ય ક્રીપ્ટો કરન્સીના રોકાણ બાબતે મેસેજો મોકલાવીને વધુ રોકાણ માટે જણાવીનેને કોમ્યુનીકેટ કરવા માટે અલગ અલગ કસ્ટમર કેર સાથે સંપર્ક કરાવ્યો હતો.ફરિયાદીને એવો વિશ્વાસ અપાયો હતો કે શેર માર્કેર્ટમાં વધુ પૈસા કમાઈ જશો.
જેના પૈસા કેમ નિકળાવા તે અંગે ખોટી સલાહ આપીને ફરિયાદીના બે બેંક એકાઉન્ટથી કુલ 38 ટ્રાન્ઝેક્શન કરાવીને 56,47,672 રૂૂપીયા ટ્રાન્સફર કરાવ્યા હતા. કોન્ફફોર્જ ફાયનાન્સ અને કોઇનબેઝ કંપનીએ ફરિયાદીના એકાઉન્ટની ટોટલ એસેટ અને ઉપલબ્ધ ફંડના ઓપ્શનમાં 61 લાખનો નફો બતાવ્યો અને તેને વીડ્રો કરવા ન આપીને દીપા અને અનુભવ ગોયલ, આશુતોષકુમાર વગેરેએ વિશ્વાસમાં લઈને શેર માર્કેટીંગમાં રોકાણ કરવાથી રોજ રોજ 20થી 30 ટકા સુધી નફો મળશે તેમ જણાવીને કુલ 56,47,672 ની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટથી ભરાવીને ફરિયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. વધતી જતી ઓનલાઇન ફ્રોડની ઘટનાઓથી લોકોને સાવચેત રહેવા માટે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા વારંવાર જાગૃતિના પ્રયાસો કરાય છે.