અંકુર સોસાયટી, આજી ડેમના કાંઠે અને ભીલવાસ નજીક જુગારના દરોડા: 23 ખેલૈયા ઝડપાયા
પ્ર.નગર, આજીડેમ અને ભક્તિનગર પોલીસની કાર્યવાહી : કુલ અડધા લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ શહેર ની અંકુર સોસાયટી આજીડેમ કાંઠા પાસે અને ઇગલ પેટ્રોલ પંપ પાસે આવેલા ખાટકી વાળમાં જુગાર રમતા કુલ 23 જુગારીઓને ઝડપી લઇ અડધા લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
વધુ વિગતો મુજબ, જુગારના પ્રથમ દરોડામાં ભક્તિનગર વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટી માં જુગાર રમતો હોવાની બાતમી મળતા પીએસઆઇ જે.જે.ગોહિલ અને કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડી હશીનાબેન વા/ઓ નીજામભાઇ પડીયા,અનીલભાઇ ધીરૂૂભાઇ દેગામા, કોશરભાઇ સલીમભાઇ મેતર,સોહીલભાઇ મજીદભાઈ સોરા,અસરફભાઇ અલ્લારખાભાઇ મેતર, દીવ્યાબેન વિજયભાઇ દેવડા,મુક્તાબેન હસમુખભાઇ વેકરીયા,કૈલાશબેન સુરેશભાઇ રોજાસરા,રંજનબેન ગોવિદભાઈ વાઢેર અને નીલોફરબેન અજીતભાઇ હીગોરા ને ઝડપી લઇ 35,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બીજા દરોડામાં આજીડેમના કાંઠા પાસે મહાકાળી માતાજીના મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે આજીડેમ પોલીસ મથકના એસ.ડી.બારોટ અને દેવાભાઈ ધરજીયાએ દરોડો પાડી સંજયભાઇ શાંતિલાલ જરિયા, ભરતભાઇ કાનાભાઈ જરિયા, અજયભાઇ ચુનીલાલ જરિયા,રણજીતભાઇ જીવણભાઇ જરિયા,વિશાલભાઇ મનસુખભાઇ જરિયા, અશોકભાઇ નંદરામભાઇ જરિયા અને રવિભાઇ અશોકભાઇ જરિયાને ઝડપી લઇ 12,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે ત્રીજા દરોડામાં ઇગલ પેટ્રોલ પંપ પાસે ખાટકી વાળ નજીક જુગાર રમતો હોવાની બાતમીના આધારે પ્ર.નગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ.સી.જાડેજા અને તૌફિકભાઈએ દરોડો પાડી શબીરભાઇ ગફારભાઇ કટારીયા,સાગરભાઈ મંગાભાઈ દલવાડિયા,અબુભાઇ હસનભાઇ ચૌહાણ,રફીકભાઇ કાસમભાઇ દલવાડી,અબ્દુલભાઇ ગફારભાઇ કટારીયા અને નજીર અલ્લારખાભાઈ ઠાસરીયાને ઝડપી 4730નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.