નહેરુનગર અને મહાત્મા ગાંધી સોસાયટીમાં જુગારના દરોડા : 17 જુગારીઓની ધરપકડ
રાજકોટ શહેરનાં બોલબાલા માર્ગ પર આવેલા નહેરુનગર અને મહાત્મા ગાંધી સોસાયટી વિસ્તારમા ભકિતનગર પોલીસ દરોડા પાડી 17 જુગારીઓને પકડી લઇ અડધા લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
વધુ વિગતો મુજબ પ્રથમ દરોડામા બોલબાલા માર્ગ નહેરુનગર શેરી નં 4 મા આવેલા પારસ મશીન ટુલ્સ નામનાં કારખાનાની ઓરડીમા જુગાર રમાતો હોવાની બાતમી ભકિતનગર પોલીસ મથકનાં પીએસઆઇ જે. જે. ગોહીલ અને યોગરાજસિંહ જાડેજા સહીતનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા ભાનુભાઇ સુખાભાઇ ચાવડા, જીતેન્દ્રભાઇ લીંબાભાઇ આટકોટીયા, હીતેશભાઇ ભરતભાઇ ગોસ્વામી , બટુકભાઇ ભીખુભાઇ રાઠોડ, કીશોર ઉકાભાઇ ઠુંમર , નીલેશ જગદીશભાઇ દાણીધારીયા, મહેશ વાલજીભાઇ મિયાત્રા , યશવંત રતીભાઇ ઘોરડા અને પંકજ સુરેશભાઇ અજાણીને પકડી 80500 નો મુદામાલ જપ્ત કર્યો હતો.
જયારે બીજા દરોડામા 40 ફુટ રોડ મહાત્મા ગાંધી સોસાયટી મેઇન રોડ પર મકાનમા જુગાર રમાતો હોવાની બાતમી મળતા ભકિતનગર પોલીસ મથકનાં મ્યુરધ્વજસિંહ જાડેજા અને ભગીરથસિંહ ઝાલા સહીતનાં સ્ટાફે દરોડો પાડી અનીલ મુકેશ મકવાણા, તુષાર જયેશ વજાણી, ધર્મેશ કનુ વાઘેલા , અશોક નાનજી સારેસા , રાહીલ રફીક ગોધાવીયા, ઇમરાન નુરમહમદ ગોધાવીયા, ફીરોજ ઇસ્માઇલ સપા, હનીફ અનવર ખીરાને ઝડપી લઇ રૂ. 30 હજારનો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો.