દરેડ સહિત બે સ્થળોએ જુગાર દરોડા: સાત ઝડપાયા
જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં ગઈકાલે રાતે પોલીસે બે સ્થળે જુગાર અંગે દરોડા પાડ્યા હતા, અને સાત આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે ચાર શખ્સો ભાગી છુટ્યા હોવાથી તેઓને ફરારી જાહેર કરાયા છે.
જામનગર નજીક દરેડ ગામમાંથી જાહેરમાં ગંજી પાના વડે હારજીત નો જુગાર રમી રહેલા બોબી બલુભાઈ ચૌહાણ, રહીશ રસિદભાઈ, વસીમ શરાઉદ્દીન સૈયદ, જાવેદ શરાફતખાન પઠાણ અને અશરફ ભૂલેખા અબાસી સહિત પાંચ પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂૂપિયા 11,250ની રોકડ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જામનગરના નાગેશ્વર વિસ્તારમાં એલસીબીની ટુકડીએ ઘોડીપાસા ના જુગાર અંગે દરોડો પાડયો હતો. જે દરોડા સમયે નાસભાગ થઈ ગઈ હતી.
એલસીબી ની ટીમે ઘોડીપાસાનો જુગાર રમી રહેલા ઉમંગ પ્રકાશભાઈ ફલિયા, તેમજ તોષીફ સલીમભાઈ કુરેશી ની અટકાયત કરી લઈ, બંને પાસેથી 23,700 ની રોકડ રકમ, મોબાઈલ ફોન, અને બાઈક સહિત 58,700 ની માલમતા કબજે કરી લીધી હતી.
ઉપરાંત આ દરોડા સમયે નીતિન દેવશીભાઈ પરમાર, લાલજી મનસુખભાઈ મકવાણા, હસમુખ મનહરભાઈ પરમાર, અને રોહિત નામનો શખ્સ વગેરે પોલીસને જોઈને ભાગી છુટ્યા હોવાથી ચારેયને ફરારી જાહેર કરાયા છે.