વેલનાથપરામાં જુગારનો દરોડો : છ જુગારી ઝડપાયા
04:41 PM Apr 14, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
10 હજારનો મુદ્દામાલ જપ્ત
શહેરનાં મોરબી રોડ પર વેલનાથપરા સોસાયટીમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બી ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી 10 હજારનો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો.
વધુ વિગતો અનુસાર બી ડીવીઝન પોલીસનાં પીએસઆઇ સ્યોરા અને સ્ટાફે દરોડો પાડી વેલનાથપરામા રહેતા પંકજભાઇ ઉર્ફે ભીખો ખીમજી રાઠોડ, દશરથ રામજી મકવાણા, મુકેશ ઉર્ફે મુન્નો અમરશી ધોળકીયા, સંજય બાવલાભાઇ પરસોન્ડા, કિશોરભાઇ અમરશી ધોળકીયા અને અરવિંદ ઉર્ફે ઢીંગો પરસોતમભાઇ સોલંકીને પકડી રૂ. 10 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.