ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

થાનગઢમાં જુગારનો દરોડો, 20 શખ્સો 6.69 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

11:41 AM Aug 30, 2025 IST | Bhumika
Advertisement

સુરેન્દ્રનગર એલસીબી અને એસઓજી પોલીસે થાનગઢમાં વરીયા ટાઇલ્સ સામે આવેલી સર્વોદય સોસાયટીમાં દરોડો પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે અશોકસિંહ ભગુભા ઝાલાના ભાડાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

Advertisement

પોલીસે જુગાર રમતા 20 શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રોકડા રૂૂ. 4.87 લાખ, 22 મોબાઇલ ફોન કિંમત રૂૂ. 1.32 લાખ અને એક CNG રિક્ષા કિંમત રૂૂ. 50 હજાર મળી કુલ રૂૂ. 6.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મકાન માલિક અશોકસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે.

પકડાયેલા આરોપીઓમાં મોટાભાગના લખતર તાલુકાના તરમણીયા, કડુ અને ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામના રહેવાસી છે. થાનગઢ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દરોડામાં પકડાયેલા આરોપીઓમાં અનિરુધ્ધસિંહ જીવુભા રાણા રહે.તરમણીયા તા,લખતર, ભગવાનભાઇ લવજીભાઇ મકવાણા રહે.ગામ જેગડવા તા,ધ્રાંગધ્રા, રાજુભાઇ નાનજીભાઇ કામલપરા રહે.ગામ જેગડવા તા,ધ્રાંગધ્રા, ઘનશ્યામભાઇ ઉર્ફે હરખાભાઇ માધુભાઇ લરખડીયા રહે.ગામ જેગડવા તા,ધ્રાંગધ્રા, દિનેશભાઇ રમણીકભાઇ ઝીંઝુવાડીયા રહે.તરમણીયા તા.લખતર, દેવીનસિંહ જગદીશસિંહ વાઘેલા રહે.ગામ જેગડવા તા,ધ્રાંગધ્રા, ધીરજભાઇ હકાભાઇ ઝીંઝુવાડીય રહે.તરમણીયા તા.લખતર,રામસંગભાઇ સુરસંગભાઇ દાદરેસા રહે.તરમણીયા તા.લખતર,નિરવસિંહ મહાવીરસિંહ ઝાલા રહે.કડુ તા.લખતર,ગંભીરસિંહ દાજીભા જાડેજા રહે.ગામ વીછીયા રામજીભાઇના મકાનમાં ભાડેથી, સુરૂૂભા ઘેલુભા ઝાલા રહે.કડુ તા,લખતર,દિવ્યરાજસિંહ રણજીતસિંહ રાણા રહે.તરમણીયા તા.લખતર, ગજેન્દ્રસિંહ દીલુભા ઝાલા રહે.કડુ તા,લખતર,ઇન્દ્રજીતસિંહ ભગવતસિંહ ઝાલા રહે.તરમણીયા તા.લખતર,લગધીરસિંહ વિક્રમસિંહ ઝાલા રહે.તરમણીયા તા.લખતર, અજીતસિંહ અનિરુધ્ધસિંહ ઝાલા રહે.થાનગઢ, નરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા રહે.તરમણીયા તા.લખતર, પરાક્રમસિંહ સામતસિંહ ઝાલા રહે.કડુ તા.લખતર,સુરુભા જામભા રાણા રહે.સુરેન્દ્રનગર અને ધર્મેન્દ્રસિંહ જદુવીરસિંહ ઝાલા રહે.તરમણીયા તા.લખતર અને ફરાર અશોકસિંહ ભગુભા ઝાલા રહે. થાનગઢ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરી એલસીબી પોલીસ ઇન્સપેક્ટર જે.જે. જાડેજા, ઙજઈં જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઙજઈં આર.એચ. ઝાલા અને એસઓજીના ઙજઈં આર.જે. ગોહિલ સહિતની ટીમે પાર કરી હતી.

Tags :
crimeGambling raidgujaratgujarat newsThangaDhThangadh news
Advertisement
Next Article
Advertisement