નવાગામ અને કુબલિયાપરામાં જુગારનો દરોડો, 10 શખ્સો ઝડપાયા
રાજકોટ નવાગામ દેવનગર ઢોરો રામાપીરના મંદિર પાસે આવેલ મકાનમાં અને કુબલીયાપરા શેરી નં 5 મચ્છિ ચોક પાસે જાહેરમાં જુગારના દરોડા પાડી મહિલા સહિત 10 શખ્સોને ઝડપી 46 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વધુ વિગતો મુજબ,નવાગામ દેવનગર ઢોરા પાસે જુગાર રમાતો હોવાની બાતમી મળતા કુવાડવા પોલીસે દરોડો પાડી જુગાર રમતા 1) જીવરાજ નાથાભાઇ ઓગાણીયા જાતે કોળી ઉં.વ.34 ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે નવાગામ આણંદપર દેવનગર ઢોરો રામાપીરના મંદિરની પાસે (2) ભાવેશ રાજેશભાઇ દુમાડીયા જાતે કોળી ઉં.વ.24 ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. નવાગામ આણંદપર દેવનગર ઢોરો રામાપીરના મંદિરની પાસે (3) ભાવેશ ભરતભાઇ પેથાણી જાતે રાવલદેવ ઉં.વ.રર ધંધો મજુરી રહે. નવાગામ આણંદપર દેવનગર ઢોરો રામાપીરના મંદિરની પાછળ (4) રવિ ચંદુભાઇ અઘેલા જાતે કોળી ઉં.વ.રર ધંધો.રીક્ષા ડ્રાઇવીંગ રહે.નવાગામ આણંદપર દેવનગર ઢોરો મામા સાહેબના મંદિરની સામે અને (5) સંગીતાબેન ડો/ઓ નાથાભાઇ ઓગાણીયા જાતે કોળી ઉં.વ.25 (રહે.નવાગામ આણંદપર દેવનગર ઢોરો રામાપીરના મંદિર પાસે) ધરપકડ કરી 21 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
બીજા દરોડામાં કુબલીયાપરા શેરી નં 5 મચ્છિ ચોક પાસે જાહેરમાં જુગાર રમતા 1) સંજયભાઇ લલીતભાઇ મકવાણા ઉ.વ.32 ધંધો મજુરીકામ રહે વાલ્મિકી સોસાયટી શેરી નં 05, મોરબી રોડ જકાતનાકા પાસે, જયશુખ ઉર્ફે બાઘળુભા રવજીભાઇ મકવાણા રહે ગીરીરાજ પાર્ટીપ્લોટ પાછળ, મફતીયાપરા વોકળાના કાંઠે,સુખાભાઇ ભરવાડના મકાનમાં ભાડેથી,જુનો મોરબી રોડ, પુજાબેન જયશુખભાઇ મકવાણા રહે.ગીરીરાજ પાર્ટીપ્લોટ પાછળ,મફતીયાપરા વોકળાના કાંઠે,સુખાભાઇ ભરવાડના મકાનમા ભાડેથી, જુનો મોરબી રોડ, ઉષાબેન સંજયભાઇ મકવાણા ઉ.વ.30 ધંધો ઘરકામ રહે વાલ્મિકી સોસાયટી શેરી નં 05, મોરબી રોડ જકાતનાકા પાસે અને રેશ્માબેન શામજીભાઇ સોલંકી રહે કુબલીયાપરાને પકડી થોરાડા પોલીસ મથકના સ્ટાફે 25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.