દ્વારકાના નવી મઢી ગામે જુગાર દરોડો, ત્રણ ઝડપાયા
દ્વારકા તાબેના નવી મઢી ગામે રહેતા હરેશ માયાભાઈ મુન નામના શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી અને નાલ ઉઘરાવી, પોતાના રહેણાંક મકાનમાં ચલાવતા જુગારના અખાડામાંથી પોલીસે હરેશ માયા મુન, આલી કરીમ મુસાણી અને નથુ ભીખા ભાટિયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ, ત્રણ નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂૂપિયા 42,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમ્યાન વેરાવળના રહીશ કાદર સનફીશ નામનો શખ્સ કરાર થઈ ગયો હતો. જે અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
દારૂના જથ્થા સાથે દ્વારકાનો શખ્સ ઝડપાયો
દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા બાબાભા ઉર્ફે જીગાભા બુધાભા સુમણીયા નામના 24 વર્ષના શખ્સને પોલીસે રૂૂપિયા 37,176 ની કિંમતની વિદેશી દારૂૂની 56 બોટલ સાથે ઝડપી લઈ, પ્રોહી. એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
જાહેરનામા ભંગ સબબ વધુ પાંચ સામે કાર્યવાહી
ભાણવડ તાબેના હાથલા ગામે રહેતા મેરામણ ઉર્ફે મેરુ રાયદે ઓડેદરા અને રૂૂપામોરા ગામે રહેતા મનસુખ ડાયાભાઈ પીપરોતર નામના શખ્સોએ પોતાની વાડીમાં પરપ્રાંતીય મજૂરો રાખતા તેમજ શિવા ગામના ઈલાબેન હેમતભાઈ કેશવજીભાઈ પરમાર અને રાણપરડા ગામના આયશા બેન અલારખા હિંગોરાએ પરપ્રાંતીય ઈસમોને મકાન ભાડે આપી, પોલીસમાં નોંધ ન કરાવતા તેમજ કલ્યાણપુર તાલુકાના રોઝીવાડી ગામના યોગેશ રામસી કરમુર અને દેવળીયા ગામના ધના કાના ભાદરકાએ પોતાના મકાન ભાડે આપીને આ અંગેની નોંધ સ્થાનિક પોલીસમાં ન કરાવતા ઉપરોક્ત તમામ સામે સ્થાનિક પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.