દુધસાગર રોડ અને ગાયકવાડીમાં જુગારનો દરોડો: વેપારી સહિત 12 શકુની પકડાયા
રાજકોટ શહેરના દૂધસાગર રોડ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર અને ગાયકવાડીમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા જુગાર રમતા 12 શખ્સોને ઝડપી અડધા લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
પીસીબીના કુલદીપસિંહ જાડેજા અને સ્ટાફે દૂધસાગર રોડ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં દરોડો પાડી અસલમ અલ્લારખાભાઇ કોલીયા રહે.હાલ રહે ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટસ ત્રણ માળીયા બ્લોક નં.91 રૂૂમ નં.604 દૂધ સાગર રોડ, મહેન્દ્રભાઇ છગનભાઇ પટેલ રહે.સી-1, પાટીદાર રેસીડેન્સી સાધુ વાસવાણી રોડ,અજીતભાઇ સમસુદીનભાઇ ગીલાણી રહે. દુધસાગર રોડ, વયુ રેડીયન્સ,402, દુધની ડેરીની સામે,નરેન્દ્રભાઇ છગનભાઇ ગુઢકા જાતે.વાણીયા રહે.શાંતીનગર શેરી નં.3, જેપુરબેંક સ્કુલની બાજુમાં જામનગર,કાનાભાઇ દિલીપભાઇ મકવાણા રહે.58,દિગ્વીજય પ્લોટ, 56 ના છેડે અને ઇમરાનભાઇ સાજીદભાઇ જુણેજા (રહે. બ્લોક નં.42, સ્લમ કવાટર્સ, જામનગર રોડ, સાંઢીયા પુલ નીચે)ને ઝડપી તેમની પાસેથી 35,100નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
જ્યારે બીજા દરોડામાં પ્ર. નગર પોલીસના પીએસઆઇ બેલીમ, ચાંપરાજભાઈ ખવડ અને સ્ટાફે દરોડો પાડી સાબીર અયુબભાઈ શેખ જાતે, મુસ્લીમ રહે, ગાયકવાડી શેરી નં.4 ચારબાઈ મંદિર પાસે,બસીરભાઈ ઈબ્રાહીમભાઈ ફકીર રહે, બજરંગવાડી શેરી નં.1 જુણેજા હોલની સામે,જગદીશ ઉર્ફે રાજુભાઈ મોતીભાઈ બસરાણી રહે,મોદી સ્કુલ ની પાસે અમીપાર્ક સો.સા. બંધ ગલીમા છેલ્લુ મકાન રૈયારોડ, મુસ્કાન સાબીર અયુબભાઈ શેખ જાતે, મુસ્લીમ રહે.ગાયકવાડી શેરી નં.4 ચારબાઈ મંદિર પાસે,યાશ્મીન શારૂૂખભાઈ ફકીર રહે.રૂૂખડીયાપરા પાણીના ટાકા પાસે રાજકોટ અને સમીમબેન હુશૈનભાઈ ફકીર (રહે, કીટીપરા ગાયકવાડી શેરી નં.5)ને ઝડપી લેવામાં આવ્યા હતા તેની પાસેથી 17,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.