For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચુડામાં જુગારનો દરોડો: રાજકોટ અને જસદણની મહિલા સહિત છ ઝડપાયા

04:07 PM Jul 11, 2025 IST | Bhumika
ચુડામાં જુગારનો દરોડો  રાજકોટ અને જસદણની મહિલા સહિત છ ઝડપાયા

સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચુડા તાલુકાના કોરડા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેઈડ કરી હતી જેમાં જુગાર રમતા પાંચ મહિલાઓ સહિત છ શખ્સોને રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. મળતી માહિતી મુજબ એલસીબી ટીમે ચુડા તાલુકાના કોરડા ગામે આવેલ રહેણાંક મકાન પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ટીમ સાથે રેઈડ કરી હતી જેમાં સ્થળ પરથી જુગાર રમતા છ શખ્સો (1) શકીલાબેન શબ્બીરભાઈ સૈયદ રહે.

Advertisement

રાજકોટ (2) ઉર્મિલાબેન પ્રવિણભાઈ ગોંડલીયા રહે.જસદણ (3) જયાબેન જીલુભાઈ ખવડ રહે.બોટાદ (4) કિરણબેન કાનજીભાઈ સરવૈયા રહે.રાજકોટ (5) રેખાબેન રમેશભાઈ હિંદર રહે. કોઠારીયા રાજકોટ અને (6) હરસુખભાઈ ગોવિંદભાઈ બાવળીયા રહે. ગઢસીરવાણીયા તા. સયાલાવાળાને જુગાર રમતા રોકડ રૂૂા.42,800, મોબાઈલ ફોન એક કિંમત રૂૂા. 10,000 સહિત કુલ રૂૂા.52,800ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે એક શખ્સ દિપકભાઈ વિઠ્ઠલભાઈ રોજાસરા રહે. કોરડા તા.ચુડાવાળો નાસી છુટ્યો હતો ઝડપાયેલ મહિલા સહિત છ શખ્સો સામે જુગારધાર હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથધરી છે.જ્યારે એલસીબી પોલીસ દ્વારા જુગારની રેઈડમાં માત્ર એક મોબાઈલ જ દર્શાવવામાં આવતા અને રાજકોટ, જસદણ સહિતના શહેરોમાંથી મહિલાઓ જુગાર રમવા આવતી હોવા છતાં વાહનોનો કોઈ ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં ન આવતા પોલીસની કામગીરી સામે પણ અનેક શંકાકુશંકાઓ સેવાઈ રહી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement