For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના ભગવતપરાનાં મકાનમાં ચાલતી જુગારકલબ ઝડપાઇ, સગીર સહિત 13ની ધરપકડ

12:22 PM Jun 09, 2025 IST | Bhumika
ગોંડલના ભગવતપરાનાં મકાનમાં ચાલતી જુગારકલબ ઝડપાઇ  સગીર સહિત 13ની ધરપકડ

ગોંડલ પંથકમાં શ્રાવણ માસ પહેલા જ જુગાર ની મૌસમ ખીલી છે.બીજી પોલીસ પણ એક્શન મોડ પર હોય તેમ જુગાર પર દરોડા પાડી રહી છે. ગોંડલ એથડીવીઝન પોલીસે ભગવતપરા દોમડીયા સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગાર નાં અખાડા પર દરોડો પાડી આઠ જુગારીઓ ને જડપી લીધા હતા.

Advertisement

દોમડીયા સોસાયટીમાં રહેતા મનોજ શંભુભાઇ બાવળીયા પોતાનાં રહેણાંક મકાન માં નાલ ઉઘરાવી જુગાર નો અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા પોલીસે જુગાર રમી રહેલા મનોજભાઈ શંભુભાઇ બાવળીયા,રમેશભાઈ મોહનભાઈ રોજાસરા,સુરજભાઇ કિશોરભાઈ બાવળીયા,વિશાલભાઈ રવજીભાઈ વાવડીયા,કિશોરભાઈ હર્ષદભાઈ મકવાણા,સાગરભાઇ કિશોરભાઈ જમોડ, પ્રવિણભાઈ રણછોડભાઈ મકવાણા તથા દિવ્યેશભાઈ રમણીકભાઇ મકવાણાને જડપી લઇ આઠ મોબાઇલ તથા રોકડ મળી રુ.59,800 કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

બીજો દરોડો સુલતાનપુર પોલીસે દેરડીનાં ઉંધાટીંબી ધાર વિસ્તાર માં દરોડો પાડી જુગાર રમી રહેલા મુકેશભાઈ ભુપતભાઇ સોમેશ્વર, અરવિંદભાઈ સોમાભાઇ દાફડા, શૈલેષભાઈ છગનભાઈ મકવાણા, મેહુલ ઉર્ફ મયંક રમણીકભાઇ ચાવડા, લાલો રમેશભાઈ દેવીપુજક તથા એક સગીર ને રુ.12,870 ની રોકડ સાથે જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement