ગોંડલની મુરલીધર સોસાયટીમાં જુગારકલબ ઉપર દરોડો, છની ધરપકડ
ગોંડલમાં માલધારી હોટલ પાછળ મુરલીધર સોસાયટીમાંથી 6(છ) જુગારીઓને જુગાર રમતા કુલ રૂૂ.1,29,500 ના મુદ્દામાલ સાથે એલસીબીની ટીમે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
એલ.સી.બી શાખાના પીઆઇ વી.વી.ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી શાખાના પી.એસ.આઇ. એચ.સી.ગોહીલ સ્ટાફના ઇન્દ્રસિહ જાડેજા, જયવિરસિંહ રાણા,બાલકૃષ્ણ ત્રિવેદી, અનિલભાઇ ગુજરાતી સહિત પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ હકિકતનાં આધારે ગોંડલ નેશનલ હાઇવે માલધારી હોટલ પાછળ મુરલીધર સોસાયટીમાં વિપુલભાઈ જમનભાઇ ગજેરાના ભાડાના રહેણાંક મકાનમાં જુગાર રમી રહેલા મકાન માલીક વિપુલભાઈ જમનભાઇ ગજેરા ઉપરાંત નિલેશભાઈ ભોગીભાઈ બોરિયા (રહે. ગોંડલ), પરાગભાઇ જેન્તીભાઇ ગજેરા (રહે. રામોદ), વિવેકભાઇ વિજયભાઇ અપારનાથી (રહે. રામોદ), હરેશભાઈ જેરામભાઈ ઠુંમ્મર (રહે.ચરખડી) તથા મેહુલભાઈ ઉર્ફે ઘુસો જેરામભાઈ ઠુંમ્મર (રહે. ચરખડી)ને રોકડા રૂૂ.49,000 મોબાઇલ ફોન નંગ-06 કિ.રૂૂ.30,500 તથા બે વાહન કિ.રૂૂ.50,000 સહિતનાં મુદ્દામાલ સાથે જડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.