મોરબીના રંગપર બેલા ગામે મકાનમાંથી જુગાર ક્લબ ઝડપાઇ : 10.83 લાખનો મુદૃામાલ જપ્ત
મોરબી તાલુકાના બેલા(રં) ગામે રહેણાક મકાને જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ કિ.રૂૂ. 5,43,900/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂૂ. 10,83,900/ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટાફને સંયુકતરાહે બાતમી મળેલ કે બાતમીના આધારે મોરબી તાલુકાના બેલા(રં) ગામે રમેશભાઇ પરષોત્તમભાઇ અઘારાના રહેણાક મકાનમાં જુગાર રમે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઇ રેઇડ કરી જુગાર રમતા છ ઈસમો રમેશભાઈ પરષોત્તમભાઇ અઘારા રહે-બેલા (રંગપર), વિનોદભાઈ મગનભાઈ સંઘાણી રહે. વૃંદાવન પાર્ક રેમ્બો એપાર્ટમેન્ટ ફેલ્ટ નંબર 02 મોરબી-01, વસંતભાઇ ગાંડુભાઈ ચાપાણી રહે-બેલા(રં) તા.જી.મોરબી, ભરતભાઇ શિવલાલભાઇ સંઘાણી રહે. બેલા(રં) તા.જી.મોરબી, અંકિતભાઈ રણછોડભાઈ કણસાગરા રહે-ઉમા ટાઉનશીપ અવધ એપાર્ટમેન્ટ રૂૂમ નંબર 101 મોરબી, વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ રૂૂગનાથભાઇ માકાસણા રહે-બેલા, રતનગર (રે) તા.જી.મોરબીવાળાને રોકડ રકમ કિ.રૂૂ. 5,43,900/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂૂ. 10,83,900ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરૂૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધાર કલમ એકટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.