જામનગરમાંથી હત્યાના કેસનો ફરાર આરોપી ઝડપાયો
જામનગર શહેરના સીટી-એ ડિવીઝન પોલીસ મથકના વર્ષ 2005ના હત્યા કેમાં રાજકોટની જેલમાં સજા ભોગવતા પાકા કામના કેદી મહમદ ઉર્ફે મેમુડો ઈશાકભાઈ ખાટકી (રે. હુસેની ચોક, ખાટકીવાસ)ને નેત્રમ કમાન્ડ ક્ધટ્રોલ રૂૂમની સહાય લઈને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફે જુના રેલ્વે સ્ટેશન પાસેથી પકડી પાડીને પુન: રાજકોટ જેલ ખાતે મોકલવાની કાર્યવાહી કરી હતી.
આ શખ્સે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને તા.28 ઓક્ટોબર-2025ના આદેશ મુજબ પેરોલ મુક્તિ મેળવી હતી. તેણે હુકમ મુજબ નિયત સમયમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થયો ન હતો. આ દરમિયાન ઓપરેશન કારાવાસ અંતર્ગત જેલમાંથી પેરોલ મેળવીને પછી પરત જેલમાં નહીં પહોંચેલા આરોપીઓને શોધી કાઢવા જામનગરના એસ. પી. ડો. રવિ મોહન સૈની ની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડએ બાતમીદારો પાસેથી બાતમી મેળવી હતી કે, આ આરોપી એક રીક્ષામાં નીકળ્યો છે, જેના આધારે તેને પકડવામાં આવ્યો હતો.