દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
12:23 PM Apr 15, 2025 IST | Bhumika
જામનગર જિલ્લાના લાલપુર પોલીસ મથકમાં ઈંગ્લીશ દારુ નો એક ગુનો નોંધાયો હતો, જ્યારે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ઇંગલિશ દારૂૂ ના ગુન્હા માં નાસ્તા ફરતા રહેલા એક આરોપીને એલસીબી ની ટુકડીએ જામનગરના પ્રદર્શન મેદાન પાસેથી ઝડપી લીધો છે.મૂળ પોરબંદર જિલ્લાના રાણાવાવ ના વતની અને હાલ જામનગર નજીક નાઘેડી ગામમાં રહેતા કાનાભાઈ ઉર્ફે કાનો જીવાભાઈ મોઢવાડિયા, કે જેના વિરુદ્ધ તાજેતરમાં પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂૂનો એક ગુનો નોંધાયો હતો, જ્યારે લાલપુરના એક કેસમાં તેને ફરારી જાહેર કરાયો છે,જે આરોપી જામનગરમાં સાત રસ્તા નજીક પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે ઊભો છે, તેવી બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ ઝડપી લીધો છે, અને પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.
Advertisement
Advertisement