મારામારીના કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
01:19 PM Nov 25, 2024 IST | Bhumika
Advertisement
જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતા તેજસ સુભાષચંદ્ર લીમચીયા (ઉ.વ.37) કે જે મૂળ વડોદરા ના માંજલપુર પંથકનો વતની છે, અને તેની સામે પંચમહાલ જિલ્લાના મહિલા પોલીસ સ્ટેશનમાં સ્ત્રી અત્યાચાર ધારા હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ઉપરાંત તેની સામે મારામારીનો પણ કેસ નોંધાયેલો છે.
જે આરોપી હાલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી ખાવડી ગામના રેલવે સ્ટેશન પાસે આવ્યો છે, તેવી બાતમી જામનગરની પેરોલ ફર્લો સ્કવોર્ડ ની ટીમને મળી હતી. જે બાતમીના આધારે ગઈકાલે રાત્રે પોલીસ ટુકડીએ વોચ ગોઠવી આરોપી તેજસ લીમચિયાને ઝડપી લીધો હતો, અને તેનો કબજો પંચમહાલ જિલ્લાના પોલીસ મથકમાં સોંપી દેવાયો છે.
Advertisement
Advertisement