For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં FSSAIનો જોઇન્ટ ડાયરેક્ટર 25,000ની લાંચ લેતા ઝબ્બે

11:45 AM Mar 13, 2025 IST | Bhumika
અમદાવાદમાં fssaiનો જોઇન્ટ ડાયરેક્ટર 25 000ની લાંચ લેતા ઝબ્બે

Advertisement

રાજ્યમાં લાંચીયા બાબુઓ સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે. રોજબરોજ કોઈને કોઈ લાંચીયા અધિકારી એસીબીની છટકામાં ઝડપાઈ રહ્યા છે.અમદાવાદમાં ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાનો જોઇન્ટ ડાયરેકટર એસીબીની ઝાળમાં સપડાયો હતો.

ફરીયાદી ક્ધસલટન્સી નું કામ કરતા હોય, જેથી ફરીયાદીએ પોતાના કલાઇન્ટનુ ફુડ સેફ્ટી લાયસન્સ મેળવવા માટે જાન્યુઆરી માસમાં ઓનલાઇન અરજી કરી હતી. જેમાં આરોપી રાજેન્દ્રકુમાર હીરાભાઇ મહાવદીયા (હોદ્દો- જોઇન્ટ ડાયરેકટર, ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડીયા, વર્ગ-1)એ અલગ-અલગ ક્વેરી કાઢી હતી. જે બાબતે આ કામના ફરીયાદી આરોપીને રૂૂબરૂૂ મળતા આરોપીએ ક્વેરી નહી કાઢી, ફુડ સેફ્ટી લાયસન્સ મંજુર કરવા માટે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂૂ.25,000 ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ તે ઓ આપવા માંગતા ન હોવાથી અમદાવાદ શહેર એસીબીનો સંપર્ક કર્યો હતો.જેના આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં આરોપીને લાંચની રકમ રૂૂ.25,000 સ્વીકારતાં સ્થળ ઉપર પકડાયો હતો.

Advertisement

ગુજરાતમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હોય તેમ એક બાદ એક લાંચીયા બાબુઓ ઝડપાઈ રહ્યા છે. મંગળવારે ભરૂૂચની શુક્લતિર્થ ગ્રામ પંચાયતનો તલાટી કમ મંત્રી સહિત ત્રણ લોકો રૂૂપિયા 8000ની લાંચ લેતા ઝડપાયા હતા. એસીબીની કાર્યવાહીના કારણે લાંચિયા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ પહેલા પાલનપુરના મહિલા ડેપ્યુટી કલેક્ટર અને પ્લાનીંગ આસીસ્ટન્ટ ઇમરાનખાન નાગોરીને 3 લાખની લાંચ લેતા ઝડપાયા બાદ ગાંધીનગરનો એએસઆઈ રૂૂપિયા બે લાખની લાંચ લેતા એસીબીએ ઝડપાયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement