For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દારૂના સેવન બાદ મિત્ર ભાન ભૂલ્યો, ઝઘડો થતા પથ્થરના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધું

01:08 PM Dec 23, 2024 IST | Bhumika
દારૂના સેવન બાદ મિત્ર ભાન ભૂલ્યો  ઝઘડો થતા પથ્થરના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધું

જેતપુરમાં હત્યાની ઘટના, ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ

Advertisement

દારૂૂના સેવન બાદ નશામાં લોકો કોઈપણ હદ સુધી પહોંચી જતા હોય છે.ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર ગામે દારૂૂ પાર્ટીમાં થયેલા ઝઘડાનો ખાર રાખી મિત્રએ જ મિત્રને પથ્થરના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી. સાળીના કારખાનામાં ઝઘડો થતાં હાજર ચોકીદારે બંનેને બહાર મૂક્યા હતા જોકે મોડી રાત્રે મિત્રની સૂઈ જવાની રાહ જોઈને બેઠલા આરોપીએ યુવકને ઘેરી નિદ્રામાં જ માથામાં ક્રુરતા પૂર્વક પથ્થરના ઘા ઝીંકી ખુની ખેલ ખેલ્યો હતો.

વધુ વિગતો મુજબ,જેતપુરના નવાગઢમાં આવેલ સૌભાગ્ય નામના સાળીના કારખાનામાં આવી જ ઘટના બની છે. અહીં કામ કરતો મૂળ ઉત્તરપ્રદેશનો પરપ્રાંતિય યુવક રોહિતકુમાર બંસીલાલ દોહે (ઉં.વ 27) અને તેની સાથે રહેતો ગૌરવ નામનો યુવક બંને શનિવારે મોડી રાત્રે કારખાનામાં જ દારૂૂ પાર્ટી કરતા હોય તે દરમિયાન કોઈ કારણસર ઝઘડો થતાં અહીં હાજર ચોકીદારે બંને યુવકોને બહાર કાઢી મૂક્યા હતા.જે બાદ રોહિતકુમાર સૂઈ ગયો હોય જેનો લાભ લઈને મિત્ર ગૌરવે પથ્થર વડે તેના માથાના ભાગે ઉપરા છપરી ઘા મારી નાશી છૂટ્યા હતો. આ ઘટનાની જાણ કારખાનામાં કામ કરતા અન્ય શ્રમિકોને થતાં રોહિતકુમારને પ્રથમ જેતપુર ત્યાંથી જૂનાગઢ જે બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન જ યુવકનું મોત થતાં પરિવારમાં શોક છવાયો હતો.

Advertisement

બનાવ અંગે જેતપુરમાં રહેતા મૃતક રોહિતકુમારના નાના ભાઈ પંકજ કુમારના નિવેદનના આધારે પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી. ત્યારે ઘટનાની ગણતરીની કલોકોમાં જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકના સ્ટાફે મૂળ ઉત્તરપ્રદેશના આરોપી ગૌરવકુમાર દોહરેની ધરપકડ કરી લીધી છે. વધુમાં મૃતક રોહિત કુમાર અપરણિત હતો અને ચાર ભાઈ અને એક બહેનોમાં સૌથી મોટો હતો તેમજ છેલ્લા 10 વર્ષથી જેતપુરમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement