રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબીમાં સર્વિસ સ્ટેશનની ડિલરશિપ આપવાના બહાને વેપારી સાથે રૂપિયા 24 લાખની ઠગાઇ

11:26 AM Jul 29, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મોરબી જીલ્લામાં છેતરપીંડીના કિસ્સાઓ દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે ત્યારે વધુ એક છેતરપીંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીના વેપારીને ફોન પર EZ CHARGE સર્વિસ સ્ટેશનની ડિલરશીપ આપવાની ખાતરી આપી ફરીયાદી પાસેથી જરૂૂરી ડોક્યુમેન્ટ મેળવી અલગ અલગ બેન્ક એકાઉન્ટમા રૂૂપિયા નખાવી કુલ રૂૂ.24,67000 ની વેપારી સાથે ઠગાઈ કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના હરીહરનગર રવાપર રોડ પર રહેતા અને વેપાર કરતા દર્શનભાઈ કીરીટભાઇ શાહ (ઉ.વ.27) એ આરોપી (1) મોબાઇલ નંબર 8653495255 ટોલફ્રી નં. અઢારસો ત્યાસી ત્રણસો બાવીસ તેત્રીસ તથા સીઆઇએનયુએન શુન્ય દસ અઢાર એમએચ બસો બે પીએલસી તેત્રીસ બસો અડસઠ ધરાવનાર ઓથોરાઇડ વ્યક્તિ તથા વપરાશ કર્તાવ્યક્તી (ર) રવિકુમાર મો.નં. 9088122986 (3) ટોલફ્રી નંબર 18008332233 તથા CIN UN01018 MH 202PL C33268 ધરાવનાર ઓથોરાઇડ વ્યક્તિ તથા વપરાશ કર્તા વ્યક્તિ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે 18008332233 ઉપર સંપર્ક કરી તેના માધ્યમથી આરોપી નંબર (1)ના મોબાઇલ ધારકનાએ પોતે ટાટા પાવર કંપનીના એમ્પ્લોય તરીકેની ઓળખ આપી ફરીયાદીને EZ CHARGE સર્વિસ સ્ટેશનની ડીલરશીપ માટે આરોપી રવિકુમારના મોબાઇલ નં - 9088122986 વાળાએ ફરીયાદીનો સંપર્ક કરી પોતે ટાટા પાવર કંપનીના સીનીયર એમ્પ્લોય તરીકેની ઓળખ આપી હતી.

ખાતરી અને વિશ્વાસ આપી ફરીયાદી પાસેથી જરૂૂરી ડોકયુમેન્ટ મેળવી અલગ અલગ બેંક એકાઉન્ટ આપી રૂૂપીયા જમા કરાવવા અંગેના ઇમેઇલ મારફતે ટાટા પાવર કંપની લીમીટેડના બેંક એકાઉન્ટ નંબર તથા રૂૂપીયાની વિગત મોકલી ફરીયાદીને જણાવેલ ખાતામાં રૂૂપીયા જમા કરાવવાનુ કહી ફરીયાદીએ આરોપી રવીકુમારના જણાવ્યા મુજબ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂૂપીયા 2467000/- જમા કરાવી ફરીયાદીને EZ CHARGE સર્વિસ સ્ટેશનની ડીલરશીપ અપાવવા બાબતે આરોપી નંબર(1)(ર)(3)ના ધારણકર્તા તથા વપરાશકર્તાઓએ યેનકેન રીતે ફરીયાદીને વિશ્વાસમાં રાખી ફરીયાદી સાથે ઠગાઇ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
crimefraudgujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement