ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાણવડના ચકચારી લાંચ કેસના આરોપીઓને ચાર વર્ષની કેદ

12:12 PM Aug 19, 2025 IST | Bhumika
Advertisement

ટાઇટલ સર્ટી. આપવા સર્વેયરે લીધી હતી 10 હજારની લાંચ

Advertisement

ભાણવડ વિસ્તારમાં રહેતા એક આસામીને વર્ષ 2014 માં પોતાના મકાનનું ટાઈટલ ક્લિયર સર્ટીફીકેટ મેળવવા માટે જરૂૂરિયાત ઉપસ્થિત થતાં તેમણે એડવોકેટ મારફતે ભાણવડની સીટી સર્વે કચેરીમાં જરૂૂરી રેકોર્ડની નકલો મેળવવા માટે અરજી કરી હતી. જે-તે વખતના ભાણવડના સીટી સર્વે કચેરીમાં મેન્ટેનન્સ સર્વેયર લક્ષ્મણભાઈ રામજીભાઈ સાગઠીયાએ રૂૂપિયા 20,000 ની લાંચની માંગણી કરી હતી. ત્યાર બાદ રકઝકના અંતે રૂૂ. 10,000 ની લાંચ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

પરંતુ જાગૃત નાગરિક દ્વારા આ સામે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરવામાં આવતા જામનગર એ.સી.બી. પોલીસ મથકના પી.આઈ. બેડી જાડેજાએ લાંચનું છટકું ગોઠવીને આરોપી લક્ષ્મણભાઈ વતી લાંચની રકમ સ્વીકારતા પુંજાભાઈ માલદેભાઈ કારેણાને રંગે હાથ ઝડપી લીધા હતા. ત્યાર બાદ બંને સામે લાંચ રૂૂશ્વત ધારા મુજબનું ચાર્જશીર નામદાર અદાલતમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ કેસ ખંભાળિયાના પ્રિન્સિપલ સેશન્સ એન્ડ સ્પેશિયલ અદાલતમાં ચાલી જતા આ કેસમાં સરકારી વકીલ કમલેશભાઈ દવે દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને અદાલતે બંને આરોપીઓ સામેનો કેસ પુરવાર માનીને બંને આરોપીઓને ચાર વર્ષની કેદની સજા તથા રૂૂપિયા 5,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

Tags :
BHANVADBhanvad newsbribery casecrimegujaratgujarat news
Advertisement
Next Article
Advertisement