છેતરપિંડી, દારૂ અને મારામારીના ગુનામાં નાસતા ફરતા ચાર ઝડપાયા
રાજકોટ શહેરના અલગ-અલગ ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને પકડવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ સુચના આપી હોય તેને પગલે પેરોલ ર્ફ્લો સ્કોવર્ડની ટીમે છેતરપીંડી, દારૂ અને મારામારીના ગુનામાં નાસતા ફરતા ચાર આરોપીને ઝડપી લીધા હતા.
પેરોલ ર્ફ્લો સ્કોવર્ડના પી.આઇ. સી.એચ.જાદવની રાહબરીમાં પી.એસ.આઇ. જે.જી.તેરૈયા, એ.એસ.આઇ. અમૃતભાઇ મકવાણા, રોહિતભાઇ કછોટ, રાજદિપસિંહ ચૌહાણ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હેઠળના છેતરપિંડીના ગુનાના આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ હરજી મકવાણા (રહે. હાલ રૈયાધાર રાધેશ્યામ ગૌશાળાની બાજુમાં મુળ ભાદર ઝાપા નાની ખત્રીવાડ કુતીયાણા જી.પોરબંદર) સાત વર્ષથી નાસતો ફરતો હતો તેને ઝડપી લઇ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં સોંપી દીધો હતો.
જ્યારે પડધરી પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં સાબાઝ જુમા દલ (રહે. મોવૈયા ગામ તા.પડધરી)ને ઝડપી લઇ પડધરી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. તેમજ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારના મારામારી તેમજ હુમલાના ગુનામાં નાસતા ફરતા વિજય ઉર્ફે રૂડી રાજેશભાઇ પરમાર (રહે.કુબલીયાપરા શેરી નં.5 ચંદ્રીકા પાનની બાજુ) તેમજ તેમના સાથી શક્તિ ધમા જાડેજાને ભાવનગર રોડ, રાજમોતી મીલ પાસેથી ઝડપી લઇ થોરાળા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.