For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મધ્યપ્રદેશમાં ત્રણ સગીર સહિત ચાર આદિવાસી યુવતીઓ પર સામૂહિક દુષ્કર્મ

11:12 AM Apr 26, 2025 IST | Bhumika
મધ્યપ્રદેશમાં ત્રણ સગીર સહિત ચાર આદિવાસી યુવતીઓ પર સામૂહિક દુષ્કર્મ

મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ગુનાની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ત્રણ સગીર સહિત ચાર આદિવાસી યુવતીઓ પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. આ કેસમાં સાત આરોપીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમણે યુવતીઓ પર વારાફરતી બળાત્કાર કર્યો હોવાનો આરોપ છે. પોલીસે પીડિતા અને તેમના પરિવારજનોની ફરિયાદના આધારે કેસ નોંધીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના થાના હટ્ટા વિસ્તારના એક ગામમાં બની હતી. ગામની ચાર યુવતીઓ એક યુવક સાથે નજીકના ગામમાં આયોજિત લગ્ન સમારોહમાં હાજરી આપીને મોડી રાત્રે પરત ફરી રહી હતી. તેમનું ઘર લગ્નવાળા ગામથી લગભગ ચાર કિલોમીટર દૂર હતું. તે સમયે રાત્રીના 1 થી 2 વાગ્યાનો સમય હતો.
આ દરમિયાન બે મોટરસાઈકલ પર સવાર સાત આરોપીઓએ તેમનો પીછો કર્યો હતો. તેમણે યુવતીઓ અને યુવકને રોકીને બળજબરીથી ગાઢ જંગલ તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો. જ્યારે યુવતીઓ સાથે હાજર યુવકે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીઓએ તેને ધમકાવીને માર માર્યો અને ત્યાંથી ભગાડી દીધો.

આ પછી, આરોપીઓ ચાર યુવતીઓને દૂર જંગલમાં લઈ ગયા, જ્યાં તેમણે આ ક્રૂર કૃત્ય આચર્યું. આરોપ છે કે સાતેય આરોપીઓએ યુવતીઓ પર વારાફરતી સામૂહિક બળાત્કાર ગુજાર્યો. પીડિત યુવતીઓની ઉંમર અંગે વિગતો સામે આવી છે, જેમાં ત્રણ પીડિત સગીર છે જેમની ઉંમર 14, 15 અને 16 વર્ષ છે, જ્યારે એક પીડિત પુખ્ત છે જેની ઉંમર 21 વર્ષની છે. તમામ આરોપીઓ પીડિત યુવતિઓના ગામના હતા પીડિતાએ તેમની ઓળક કર્યા બાદ સાતેય આરોપીની ધરપકડ કરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement