જંકશન પ્લોટમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં જુગાર રમતા બે મહિલા સહિત ચાર ઝબ્બે
05:12 PM Mar 11, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટ શહેરનાં જંકશન પ્લોટમા આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમા જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે પ્રનગર પોલીસે દરોડો પાડી બે મહીલા સહીત ચાર શખ્સોને ઝડપી લઇ 20900 નો મુદામાલ જપ્ત કર્યો હતો.વધુ વિગતો મુજબ પ્રનગર પોલીસ મથકનાં સ્ટાફનાં પીએસઆઇ બેલીમ અને તોફીકભાઇ મંધરા અને સ્ટાફને મળેલી બાતમીનાં આધારે જંકશન પ્લોટ શેરી નં 16 ક્રિષ્ના એપાર્ટમેન્ટનાં બ્લોક નં 401 મા દરોડો પાડી જુગાર રમતા કોઠારીયા સોલવન્ટ આવાસનાં 3 માળીયા કવાટરમા રહેતા નારણભાઇ કાનજીભાઇ જોશી , જામનગરનાં જગામેડી ગામે રહેતા યુસુફભાઇ આમદભાઇ ખેરાણી, જામનગરમા આવેલા પટેલ પાર્ક શેરી નં પ મા રહેતા નૈનાબેન રાજેશભાઇ બુધ (કંસારા) અને પુનીતનાં ટાંકા પાસે આવેલા વિશ્ર્વકર્મા શેરી નં 18 મા રહેતા ગીતાબેન બલુભાઇ મકાને ઝડપી લઇ રૂ. ર0900 નો મુદામાલ જપ્ત કર્યો હતો.
Advertisement