તું મારા કેસમાં સાક્ષી છો પૂછ્યા બાદ યુવાન પર ડાંગર કોલેજના માલિકના પુત્ર સહિત ચારનો હુમલો
મારામારીમાં યુવાનનો સોનાનો ચેન કયાંક પડી ગયો, આરોપીઓને સકંજામાં લેવા તજવીજ
શહેરમાં ડાંગર કોલેજના માલીકનો પુત્રએ ભાડુતી માણસ સાથે રાખી તુ મારા કેસમાં સાક્ષી છો કહી મારમારી કર્યાની ફરીયાદ કરતા યુનિવર્સિટી પોલીસે ડાંગર કોલેજના માલીકના પુત્ર સહીત ચાર સામે ગુનો નોધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
વધુ વિગતો મુજબ,જામનગર રોડ પર ડાંગર કોલેજ પાછળ કવાર્ટરમાં રહેતા અને ડ્રાઈવીંગ કામ કરતા શની યોગેશભાઈ સોની (ઉ.30) નામનો યુવકએ ડાંગર કોલેજના માલીકનો પુત્ર આત્મીય,શતીષ જળુ,સાગર ગઢવી અને એક અજાણ્યા શખસ સામે ફરીયાદ કરી હતી. ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તે પ્રાઈવેટ કાર ચલાવતા હોય અને રાજકોટથી હીરાસર એરપોર્ટ સુધી કારમાં પેસેન્જર ભરી વેપાર કરતો હોય તે તેની કાર ગ્રીનલેન્ડ ચોકડી પાસે રાખી તેના મિત્રના મોટર સાયકલ પાસે બેસી ઘેર જમવા માટે આવતો હતો તે દરમિયાન એઈમ્સ હોસ્પિટલ નજીક રસ્તામાં સતીશ જળુએ તેને આંતરી તુ આત્મનભાઈ આહીરના કેસમાં કોઈ સાક્ષીમાં રહેલ છો કે કેમ તેમ પુછયુ હતુ જેથી તેને ના પાડી હતી.
ત્યાંથી આગળ જતા હતા તે દરમિયાન બી.એડ. ડાંગર કોલેજના માલીકનો પુત્ર આત્મન આહીરએ ધસી આવી તુ મારા કેસમાં સાક્ષી તરીકે રહેલ છો ને તેમ કહી ઝઘડો કર્યો હતો અને તેને આ કેસમાં હું સાક્ષી નથી તેમ કહયુ હતુ, તેમ છતાં તે માન્યો ન હતો.
જેથી તેના મિત્ર રમેશભાઈ શનિની પત્નીને બોલાવવા ગયા હતા, જેથી એકલા રહેલા શનિને સતીષ જળુ આત્મન આહીર, સાગરદાન ગઢવી અને તેને મારવા બોલાવેલા શખસે કુહાડી સાથે ઘસી આવ્યો હતો અને ચારેય શખસોએ ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો. તે દરમિયાન દેકારો થતા તેના મિત્ર રમેશભાઈ સહિતના લોકો એકઠા થઈ તેને છોડાવતા હુમલો કરનાર આત્મન આહીરે હવે બીજી વાર મારા હાથે ચડીશ તો જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપી ચારેય શખસો નાસી છુટયા હતા.
બનાવના પગલે ઝપાઝપીમાં તેનો સોનાનો ચેન પણ પડી ગયો હોય બાદમાં તેના મિત્ર તેમજ તેના પત્ની સાથે યુનિવર્સિટી પોલીસમાં ફરીયાદ કર્યાનુ જણાવતા જમાદાર જેન્તીભાઈ બાળા સહિતના સ્ટાફે ગુનો નોંધી ચારેય આરોપીઓને પકડી લેવા કાર્યવાહી કરી છે.