જૂનાગઢના પીઆઇ પર હુમલો કરનાર મુખ્ય આરોપી સહિત ચાર જોધપુરમાંથી પકડાયા
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પોલીસ ઇન્સ્પેક્ટર વત્સલકુમાર સાવજ પર હુમલો કરનાર મુખ્ય આરોપી લખન મેરુ ચાવડાની રાજસ્થાનના જોધપુરથી ધરપકડ કરી છે. આરોપીને મદદ કરનાર સુનીલ લાખા ભારાઈ, અલી ઉર્ફે બબલુ રફીકભાઈ મકરાણી અને જયેશ ઉર્ફે ઇલુ અશોકભાઈ ગાંગડીયાને પણ પકડી પાડવામાં આવ્યા છે.
ઘટના અનુસાર, પોલીસ ઇન્સ્પેક્ટર વત્સલકુમાર સાવજ અને તેમની ટીમ પાદરીયા ગામના શ્રી દ્વારકાધીશ ફાર્મ ખાતે લખન મેરુને પકડવા ગયા હતા, જ્યાં એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. ઙઈં સાવજે જ્યારે લખનને સ્ટેજની પાછળથી પકડ્યો, ત્યારે લગ્નમાં હાજર આઠ જેટલા શખ્સોએ પોલીસ ટીમને ઘેરી લીધી અને ઙઈં સાવજ તથા પોલીસ સ્ટાફ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઙઈં સાવજના જમણા હાથની આંગળીમાં ઈજા થઈ હતી અને લખન મેરુ તેના સાગરિતો સાથે ફરાર થઈ ગયો હતો.
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ દિવ્યેશકુમાર ડાભી અને દિપકભાઈ ચૌહાણને મળેલી બાતમીના આધારે જાણવા મળ્યું કે લખન મેરુને તેના ત્રણ સાગરિતોએ આઈટેન કાર (GJ-11-BH-7427) માં જોધપુરની હોટલ ડેઝલમાં છુપાવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થાનિક પોલીસની મદદથી તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે.