ભાવનગરમાં વેપારીને લોનની લાલચ આપી રાજકોટના ચાર શખ્સો 2.35 કરોડ જમી ગયા
ડોક્યુમેન્ટ પર વેપારીની સહી લઈ મશીનરીની લોનના રૂા. 2.35 કરોડ પોતાના ખાતામાં જમા કરાવી લેતા ફરિયાદ નોંધાઈ
ભાવનગરના નેસડા-ઘાંઘળી રોડ પર સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા વેપારી સાથે તેની જ કંપનીમાં સી.એ. સહિત ચાર શખ્સોએ મોટી રકમની લોન અપાવવાનું કહી, વેપારીને વિશ્વાસમાં લઇ સહીઓ કરાવી, 2.35 કરોડની રકમની લોન ઓળવી જઇ, વેપારીના નવા મશીનરીના ખોટા બિલો બનાવી, જી.એસ.ટી.ની ચોરી કરી વેપારી સાથે ચાર શખ્સોએ કરોડો રૂૂપિયાની ઠગાઇ આચરતા વેપારીએ રાજકોટના ચારેય વિરૂૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોરના નેસવડ ગામે રહેતા અને નેસડા-ઘાંઘળી રોડ પર રાધેશ્યામ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી. નામે કંપની ધરાવતા કિશોરભાઇ જેઠાભાઇ કુવાડીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને ગત વર્ષ 2023માં નવી મશીનીરી ખરીદવાની હોય જેથી મોટી રકમની લોન મેળવવા માટે તેની જ કંપનીના સી.એ. પ્રવિણ ચૌહાણને વાત કરી હતી જેથી પ્રવિણે રાજકોટના કેતન દવે અને મિતુલ મહેતા સાથે વાત કરી હતી જેમાં બંન્ને શખ્સોએ વેપારીને વિશ્વાસમાં લઇ, મોટી રકમની લોન અપાવવાનું વચન આપી, વેપારીના અલગ અલગ ડોક્યમેન્ટસ ઉપર સહીઓ કરી, જુદી જુદી બે બેન્કમાંથી નવી મશીનરીના એડવાન્સ પેટે રૂૂા. 1,24,23,917 તેમજ રૂૂા. 80 લાખની ટર્મ લોન મંજુર કરાવી ચારેય શખ્સો તેના બેંન્ક ખાતામાં જમા કરાવી વેપારીને ન આપી અને વેપારી પાસેથી લોન મંજુર કરાવવાના રૂૂા. 30,88,341 જમા કરાવી કુલ રૂૂા. 2,35,12,258ની છેતરપિંડી આચરી હતી ઉપરાંત વેપારીના મશીનરીના ખોટા બિલો બનાવી જી.એસ.ટી.ની ચોરી કરતા વેપારી કિશોરભાઇ કુવાડીયાએ રાજકોટના સી.એ.પ્રવિણ ચૌહાણ, મિતુલ મહેતા, કેતન દવે અને વેદાશ્રી એન્ટરપ્રાઇઝના માલિક પાર્થ તેરૈયા વિરૂૂદ્ધ સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.