જૂનાગઢમાંથી 1.10 કરોડના ગાંજા સાથે ચાર શખ્સો ઝડપાયા, રાજકોટની યુવતીનું નામ ખૂલ્યું
થાઇલેન્ડથી હાઇબ્રિડ ગાંજો લાવ્યાનું ખૂલ્યું, સાતના નામ ખુલ્યા
જુનાગઢમાંથી રૂ. 1.10 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેની પુછપરછમાં આ ગાંજો રાજકોટની એક યુવતી થાઇલેન્ડથી લાવી હોવાનુ જાણવા મળ્યુ છે. પુછપરછમાં વધુ 3 શખ્સોનાં નામ ખુલ્યા છે. આ ગાંજા મામલે એસઓજીએ રાજકોટ સુધી તપાસ લંબાવી છે.
હાઇબ્રીડ ગાંજો લઈને કારમાં શખ્સો નીકળ્યા હોવાની અને જુનાગઢમાંથી આ કાર પસાર થવાની હોવાની બાતમી મળતાં એસપી સુબોધ ઓડેદરાની સુચનાથી ક્રાઈમ બ્રાન્ચ ના પી. આઈ એમ. કે. પટેલ, એસઓજીના પીઆઈ જે. જે. પટેલની ટીમે વોચ ગોઠવી હતી અને શહેરમાં ઇવનગર રોડ પરથી પસાર થયેલી કાર અટકાવી તેમાંથી રૂૂપિયા 1,10,60, 000ના 3.160 કિલોગ્રામ હાઇબ્રીડ ગાંજા સાથે 4 શખ્સની ધરપકડ કરી હતી.
પોલીસે વિસાવદરનો ધવલ ભરાડ, જૂનાગઢનો હુસેન તુર્ક, મુજાહીદિન યુસુફ અને જહાગીર શાહમદારની ધરપકડ કરી હતી અને હાઇબ્રીડ ગાંજો કાર મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં હાઇબ્રીડ ગાંજાનો જથ્થો થાઈલેન્ડથી લાવવામાં આવ્યો હતો. રાજકોટની શેરબાનુ નાગાણી નામની યુવતી બેંગકોક જઈને હાઇબ્રીડ ગાંજાનો જથ્થો લાવી હતી. આ મામલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલ 7 શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે યુવતી તેમજ વડોદરાના શખ્સ ઉપરાંત જૂનાગઢના મોહીન સતાર ખંધાની શોધખોળ તપાસ હાથ ધરી છે.
