For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી નજીક ટ્રકમાંથી લાખો રૂપિયાના કોલસાની ચોરી કરનાર ચાર શખ્સો ઝડપાયા

12:09 PM Jan 22, 2025 IST | Bhumika
મોરબી નજીક ટ્રકમાંથી લાખો રૂપિયાના કોલસાની ચોરી કરનાર ચાર શખ્સો ઝડપાયા

મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગ ખૂબ ફુલ્યો ફાલ્યો છે ત્યારે કારખાનામાં કોલસાની જરૂૂર પડતી હોય છે ત્યારે મોરબીમાં ઓઈલ, ડીઝલ બાદ હવે કોલસા કૌભાંડ સામે આવ્યું છે જેમાં દશ શખ્સો દ્વારા કોલાસાની ટ્રક ચલાવતા ટ્રક ચાલક સાથે કોન્ટેક્ટ કરી મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ તરફ જવાના રસ્તે આવેલ પ્લોટમાં ટ્રક રાખી ટ્રકમાંથી ઉચ્ચ ગુણવત્તા વાળા કોલસાના માલની ચોરી કરી હલકી ગુણવત્તાના વાળા કોલસાની ભેળશેળ કરી લાખો રૂૂપિયાના કોલસાના મુદ્દામાલની ચોરી કરતા ચાર શખ્સોને ઝડપી પાડયા છે જ્યારે અન્ય છ શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

Advertisement

મોરબી એલસીબી પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ તરફ જવાના રસ્તે કોલસાની ચોરી કરવામાં આવી છે તપાસ કરતા બાતમીવાળી જગ્યાએ દરોડા પાડી મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ તરફ જવાના રસ્તે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ સામે આરોપીના કબ્જા ભોગવટા વાળા પ્લોટમાં દશ શખ્સો પોતાના આર્થિક ફાયદ માટે ઇમ્પોર્ટ કોલસો ભરી આવતી ગાડીના ડ્રાઈવરોની મદદથી ટ્રકોમાંથી ઉત્તમ ગુણવત્તા વાળા કોલસાના માલની ચોરી જેમાં હલકી ગુણવત્તાના વાળા કોલસાની ભેળશેળ કરી ચોરી કરેલ મુદામાલ પોતાના પ્લોટમાં સંગ્રહ કરી તેનુ ખરીદ વેચાણ કરવા ચોરી કરેલ ગુણવત્તા વાળો કોલસો આશરે 188 ટન કિં રૂૂ.24,44,000 તથા તથા મીક્ષ કરેલ કોલસો આશરે 100 ટન કિ.રૂ.4,00,000 તથા હલકી ગુણવતા વાળો કોલસો આશરે 70 ટન રૂા.56,000, એક ટ્રક ટ્રેઇલર કિ.રૂૂા- 40,00,000, બે ટ્રેક્ટર લોડર રૂા.20,00,000, એક હીટાચી મશીન રૂા.20,00,000 એક મોટર સાયકલ રૂા.25,000 ,મોબાઇલ ફોન નંગ-5 કિરૂૂ.25,000, રોકડા 5,000, આધાર કાર્ડ નંગ-2 રૂા.00/00 ડ્રાઇવીંગ લાયસન્સ-1 રૂા.00/00, શીલ નંગ-15 રૂા.00/00 શીલ ખોલવા માટેની બ્લેડ નંગ-1 રૂા.00/00, બિલ, બિલ્ટી તથા ઇ-વે બીલ રૂા.00/00 મળી કુલ રૂૂપીયા 1,09,55,000ના મુદામાલ સાથે ચાર આરોપીઓ તૌફીકખાન અસરફખાન મલેક ઉ.વ.24 રહે.વારાહી ગામ જીવરાણી વાસ મોટો ચોરો તા.સાંતલપુર જી.પાટણ, હિટાચી અખીલેશકુમાર શ્રીધીરેંદ્રભાઇ ગોંડ ઉ.વ.20 રહે.જીગનહી પરસોના મધુબની વોર્ડ નં-6 પોસ્ટ પરસોના જી.પચ્ચીમ ચંપારણ (બિહાર), મીઠાભાઇ વિઠ્ઠલભાઇ મીઠાપરા ઉ.વ.39 રહે.રાજકોટ આણંદપર દેવનગર રામાપીરના મંદીર પાસે તા.જી.રાજકોટ, રૂૂત્વીકભાઇ અમુભાઇ ખિમાણીયા ઉ.વ.25 તથા મજુરી રહે. હાલ નાની વાવડી સતનામ સોસાયટી શેરી નં-1 તા.જી.મોરબીવાળાને ઝડપી પાડયા છે જ્યારે અન્ય છ શખ્સો નવઘણભાઇ જશાભાઇ બાલસરા રહે.નાની વાવડીસતનામ સોસાયટી ભુમી ટાવર પાસે તા.જી.મોરબી, નિકુંજભાઇ રાજપરા રહે.લીલપર તા.જી.મોરબી, રમેશ અનસિંહ વસુનીયા રહે.દુધી કલ્યાનપુર તા.જી.જાંબુઆ (એમ.પી), રાકેશ , જગજીતસિંહ રાણા રહે. ગાંધીધામ, હેરીભાઇ રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement