લોહાનગરમાં દારૂ પી ને ડખ્ખો કરવા ગયેલા નસેડીને ચાર શખ્સોએ ધોકાવી નાખ્યો
04:47 PM Apr 15, 2025 IST | Bhumika
શહેરમા આવેલા લોહાનગરમા દારૂ પી ડખ્ખો કરવા ગયેલા યુવકને 4 શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
Advertisement
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ લોહાનગરમા રહેતા દિનેશ ગોવિંદભાઇ બુધરેજીયા નામનો 30 વર્ષનો યુવાન દારુનાં નશામા ઝઘડો કરવા ગયો હતો.
ત્યારે રાણો શકરા, સંજય શકરા સહીતનાં બે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
Advertisement
બીજા બનાવમા મોચી બજારમા આવેલા તીલક પ્લોટમા રહેતો આશિષ સુરેશભાઇ અધેરા (ઉ.વ. 36) અમીન માર્ગ પર હતો ત્યારે કુતરો પાછળ દોડતા આશિષ અધેરા ભાગવા જતા તેનો હાથ કારને અડી ગયો હતો. જે મુદે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
Advertisement