તારો ભાઇ કયાં છે? કહી યુવાન પર ચાર શખ્સોનો ધોકા વડે હુમલો
રાજકોટ શહેરના કેકેવી ચોક પાસે નવા બનેલા ગેમીંગ ઝોન પાસે યુવાન પર છ શખ્સોએ હુમલો કર્યો હતો. આ મામલે પોલીસમાં દંપતી સહીત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. બનાવની વધુ વિગતો અનુસાર, ચુનારાવાડ ચોક પાસે રહેતો આરીફ ઉર્ફે ચડી, ફૈઝ મહમદભાઇ શાહમદાર (ઉ.વ.20)એ કાળુભાઇ, ગીતાબેન અને બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. આ બનાવમાં આરીફે ફરીયાદમાં જણાવ્યું હતું કે પોતે ભાડાની રીક્ષા ચલાવે છે. તેને ત્રીકોણ બાગ પાસે રહેતા કાળુ અને તેની પત્ની ગીતાબેન સાથે સંબંધ છે. તા.14ના રોજ રાત્રીના સમયે કેકેવી સર્કલ પાસે હતો ત્યારે તેની સાથે રહેતી પુજા ચોવાડીયા તથા તેના ત્રણ ભાઇઓ જમી અને બ્રિજ નીચે સુતા હતા ત્યારે કાળુ અને તેની પત્ની ગીતાબેન ત્યાં બે અજાણ્યા વ્યકિતઓ સાથે આવ્યા હતા. અને તાો ભાઇ કયાં છે? મારા નાના પુત્રને કેમ મારે છે કહી માથાકુટ કરી હતી અને ધોકા વડે હુમલો કર્યો હતો. જેથી તેમને ગાળો બોલવાની ના પાડતા તેઓએ હુમલો કર્યો હતો. અને આંખ પાસે છરી ઝીંકી દીધી હતી. આ મામલે તેમને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો.