સંતોષીનગરમાં મહિલા ઉપર ચાર શખ્સોએ કર્યો હુમલો
શહેરમાં સંતોષીનગર વિસ્તારમાં આવેલી ઝુપડપટ્ટીમાં રહેતી મહિલા સાથે ઝઘડો કરી ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. મહિલાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સંતોષીનગરમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતી જનકબેન લાલાભાઇ સાડમીયા નામની 20 વર્ષની મહિલા પોતાના ઘર પાસે હતી ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં અજય મેરા, માધા વિક્રમ અને જાબુ મેરાએ છરી વડે હુમલો કર્યો હતો હુમલામાં ઘવાયેલી મહિલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત બીજા બનાવમાં કાલાવડ રોડ ઉપર આવેલી એકલવ્ય સોસાયટીમાં રહેતી રૂૂપાબેન કૈલાશભાઈ રાઠોડ નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે સાંજના પાંચેક વાગ્યાના પતિ કૈલાશ રાઠોડ ઝઘડો કરી તાળું માર્યું હતું. રૂૂપાબેન રાઠોડને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.