તું મારી પ્રેમિકા પાસે રાખડી બંધાવી ફોટા મોકલ કહી યુવાન પર ચાર શખ્સોનો હુમલો
ટ્રેકટર ચોક પાસે તું મારી પ્રેમીકા પાસે રાખડી બંધાવી ફોટો મોકલ કહીં યુવાન પર ચાર શખ્સોએ છરીથી હુમલો કરતાં થોરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.ભાવનગર રોડ પર ચુનારાવાડમાં રહેતાં પરાગભાઇ વિજયભાઈ ભાવળીયા (ઉવ-26) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બાલી ઓડ (રહે.ભવાનીનગરના કાંઠે), પ્રેમ ગોહિલ (રહે. મોરબી) અને સાહિલ ઉર્ફે ભેંસ (રહે.ભવાનીનગરના કાંઠે) અને એક અજાણ્યાં શખ્સનું નામ આપતાં થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે તેમના મોટાભાઈ સુનિલભાઇ સાથે રહે છે અને મજુરીકામ કરી ગુજરાન ચલાવે છે. ગઈ તા.15 ના રાત્રીના આશરે અગિયારેક વાગ્યાની આસપાસ તે ટ્રેક્ટર ચોક પાસે આવેલ સુલભ શૌચાલયની બાજુમા ઉભો હતો તે દરમ્યાન બાલી ઓડ, પ્રેમ ગોહીલ, સોહીલ ઉર્ફે ભેશ અને એક અજાણ્યો શખ્સ મળી ઘસી આવેલ અને બાલી ઓડે બોલાવીને કહેલ કે, તુ નીતાબેન ટાંક સાથે શા માટે વાત કરે છે, તારે તેની સાથે વાત કરવાની નહી અને કાંઇ સંબંધ પણ રાખવાનો નહી જેથી તેને કહેલ કે, હવે પછી હું તેની સાથે નહી બોલુ અને તેની સાથે કાઇ સંબંધ પણ નહી રાખુ આટલુ કહેતા બાલી ઓડે કહેલ કે, તુ તેની પાસે રાખડી બંધાવી લે તો જ હુ માનુ.
જે બાબતે ફરીયાદીએ કહેલ કે, હું તેની પાસે રાખડી નહી બંધાવુ આટલુ કહેતા આરોપી ઉશ્કેરાય ગયેલ અને ગાળો આપી ચારેય શખ્સો ઢીકા-પાટુનો મુંઢ-માર મારવા લાગેલ હતા અને નેફામાથી છરી કાઢી પાછળ બેઠકના ભાગે છરીના બે ઘા ઝીંકી પેટના એક ઘા મારેલ હતો. જેથી તે નિચે પડી ગયેલ અને શરીરે ઈજા થયેલ હતી અને લોહિ નિકળવા લાગતાં દેકારો કર્યો હતો. દરમિયાન લોકો દોડી આવતાં આરોપી નાસી છૂટ્યા હતાં. જે બાદ તેમને સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પીટલમાં દાખલ કરેલ હતો.આ બનાવ અંગેની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.