સમર્પણ પાર્કમાં 40 હજારની ઉઘરાણીમાં યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો
શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલા સમર્પણ પાર્કમાં રહેતા યુવાન પાસે રૂા. 40 હજારની ઉઘરાણી કરી ચાર શખ્સોએ ધોક વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલા સમર્પણ પાર્કમાં રહેતો સંજય રાજેશભાઈ બારૈયા ઉ.વ.29 સાંજના પાંચ વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો ત્યારે રવિરાજ, યશરાજ અને ધર્મરાજ સહિતના શખ્સોએ પાઈપવડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત સંજય બારૈયાએ હુમલાખોર શખ્સો પાસેથી 40 હજાર લીધા હતા જે રૂપિાયની ઉઘરાણીથી કંટાળી સંજય એક મહિના પહેલા ઘરેથી ભાગી ગયો હતો. ગઈકાલે પરત આવતા ચારેય શખ્સોએ રૂપિયાની ઉઘરાણી કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત શહેરમાં જુદા જુદા પાંચ સ્થળે મારામારી થઈ હતી. જેમાં માંડા ડુંગરમાં પ્રદિપ કાળુભાઈ ડાભી ઉ.વ.24ને વિપુલ અને અજય સહિતનાએ માર મારી છરીવડે હુમલો કર્યો હતો., ખોડિયારનગરમાં ગોરલબા જિતેન્દ્રસિંહ રાઠોડ નામની 24 વર્ષની પરણીતા સાથે પડોશમાં રહેતા મહિપતસિંહ અને તેના મિત્ર અર્જુન સહિતના શખ્સોએ નજીવા પ્રશ્ર્ને ઝઘડો કરી માર માર્યો હતો., ખોડિયારનગર આજીવસાહતમાં રહેતા વસરામભાઈ બીજલભાઈ બારૈયા ઉ.વ.70 સાથે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધક્કોમારી પછાડી દીધા હતાં.
નવાગામ આણંદપરમાં આવેલા ગણેશનગરમાં રહેતા રણજીત સામતભાઈ ખાચર નામના 40 વર્ષના યુવાન સાથે કૌટુંબીક ભાઈ રવિ, રાજુ, અને કાનાએ ઝઘડો કરી કુહાડીથી માર માર્યો હતો. જ્યારે રૂખડિયાપરામાં કિરીટસિંહ ભુપતસિંહ સિસોદિયા ઉ.વ.40 સાથે ભરત નામના શખ્સોએ ઝઘડો કરી પાઈપવવડે માર માર્યો હતો. મારામારીમાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતાં. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.