બેડી ચોકડી પાસે મિત્રના ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા યુવાન પર ચાર શખ્સનો હુમલો
શહેરના મોરબી બાયપાસ રોડ પર બેડી ચોકડી પાસે ઈમીટેશનનું કામ આપવા જઈ રહેલા યુવાન પર જૂના ઝઘડાનો ખાર ચાર શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. અને ત્યાર બાદ આરોપી નાશી ગયા હતાં. આ મામલે ચાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર બેડીગામે રહેતા સુરેશભાઈ જેન્તીભાઈ વડેચા નામનો 26 વર્ષનો કળી યુવાને વિજય બોરીચા, વિરાજ બોરીચા અને લાલુ બોરીચા સહિત ચાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પીએસઆઈ ડી.બી. ગાધે અને સ્ટાફ તપાસ શરૂ કરી છે. સુરેશ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ગઈકાલે સાંજે એક્ટિવા લઈ સંતકબીર રોડ પર ઈમીટેશનનું કામ આપવા નિકળ્યો હતો. ત્યારે બેડી ચોકડી પાસે ટ્રાફિકમાં ઉભો હતો ત્યારે કોઈએ પાછળથી કોઈએ પાઈપ ઝીંકી દેતા સુરેશ નીચે પડી ગયો હતો અને ત્યાર બાદ તેમણે જોતા ત્યાં વિરાજ, વિજય, બાબુ અને તેની સાથે અજાણ્યો શખ્સ હતાં. તેઓએ આડેધડ હુમલો કર્યો હતો અને બાદમાં ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ આરોપીઓએ સુરેશના ખીસ્સામાંથી બન્ને ફોન ફેંકી નુક્શાન કર્યુ હતું. સુરેશે આક્ષેપ કર્યો હતો કે, મારામારીની ઘટનામાં પોતાનો સોનાનો ચેઈન અને તેની સાથેનું પેન્ડલ ક્યાંક પડી ગયું હતું.
આ ઘટનાનું કારણ સુરેશે તેમના મિત્ર સુરેશ અગેસાણીયા સાથે આરોપીઓને માથાકુટ ચાલતી હોય જેનું સમાધાન કરાવું હોય જેમાં સુરેશ વડેચા વચ્ચે પડ્યો હોય તેનો ખાર રાખી હુમલો કરાવ્યો હતો.